સરોએ આજે સવારે ૯:૧૭ વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાથી એસએસએલવી–ડી૩ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કયુ. આ રોકેટની અંદર એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ઇઓએસ–૮ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ એસઆર–૦ ડેમોસેટ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. બંને ઉપગ્રહોને પૃથ્વીથી ૪૭૫ કિલોમીટરની ઉંચાઈ પર ગોળાકાર ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવ્યા છે સફળ પ્રક્ષેપણ પછી, ઈસરોના વડા ડો. એસ. સોમનાથે કહ્યું કે સેટેલાઇટ યોગ્ય જગ્યાએ પહોંચી ગયો છે. હવે કહી શકાય કે એસએસએલવી રોકેટની ત્રીજી ઉડાન સફળ રહી છે. હવે અમે આ રોકેટની તકનીકી માહિતી ઉધોગ સાથે શેર કરીશું. જેથી મહત્તમ માત્રામાં રોકેટ બનાવી શકાય. નાના ઉપગ્રહોના લોન્ચિંગમાં વધારો થઈ શકે છે.
આની મદદથી ૫૦૦ કિગ્રા વજનના ઉપગ્રહોને ૫૦૦ કિમીની નીચે પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલી શકાય છે અથવા ૩૦૦ કિગ્રા વજનવાળા ઉપગ્રહોને સૂર્યની સમકાલીન ભ્રમણકક્ષામાં મોકલી શકાય છે. આ ભ્રમણકક્ષાની ઐંચાઈ ૫૦૦ કિલોમીટરથી વધુ છે. આ લોન્ચિંગમાં તે ૪૭૫ કિલોમીટરની ઉંચાઈ સુધી પહોંચશે. ત્યાં પહોંચ્યા બાદ તે સેટેલાઇટ છોડી દેશે.
એસએસએલવી રોકેટની લંબાઈ ૩૪ મીટર છે. તેનો વ્યાસ ૨ મીટર અને વજન ૧૨૦ ટન છે. એસએસએલવી ૫૦૦ કિમીના અંતરે ૧૦ થી ૫૦૦ કિગ્રાના પેલોડ પહોંચાડી શકે છે. જે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ ૧ પરથી લોન્ચ કરવામાં આવ્યું છે.
અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે એઓએસ–૮ પર્યાવરણીય દેખરેખ, આપત્તિ વ્યવસ્થાપન અને તકનીકી પ્રદર્શન માટે કામ કરશે. ૧૭૫.૫ કિગ્રા વજન ધરાવતા આ ઉપગ્રહમાં ત્રણ અત્યાધુનિક પેલોડ છે જેમાં ઇઓઆઇઆર દિવસ અને રાત્રિ દરમિયાન મધ્ય અને લાંબા તરગં ઇન્ફ્રારેડ ફોટોગ્રાસ લેશે.
આ તસવીરો આપત્તિઓ વિશે માહિતી આપશે. જંગલની આગની જેમ, વાળામુખીની પ્રવૃત્તિઓ, દરિયાની સપાટી પરના પવનનું વિશ્લેષણ કરવામાં આવશે. જમીનની ભેજ અને પૂરને શોધી કાઢવામાં આવશે. યારે અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનું પરીક્ષણ એસઆઈસી ડોસીમીટર વડે કરવામાં આવશે. જે ગગનયાન મિશનમાં મદદ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech