એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) એ મંગળવારે (૨૬ માર્ચ, ૨૦૨૪) વોશિંગ મશીનમાંથી રોકડ જ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તેણે વિદેશી વિનિમય અધિનિયમ (ફેમા)ના કથિત ઉલ્લંઘનના કેસના સંદર્ભમાં વિવિધ શહેરોમાં સર્ચ દરમિયાન ૨.૫૪ કરોડ પિયાની બિનહિસાબી રોકડ જ કરી છે, જેનો એક ભાગ વોશિંગ મશીનમાં છુપાવવામાં આવ્યો હતો. જોકે એજન્સીએ એ પણ ઉલ્લેખ કર્યેા નથી કે વોશિંગ મશીનમાં રોકડ કઈ કંપનીમાં અને કયાં રાખવામાં આવી હતી. આ રકમ કયારે જ થઇ તે પણ જણાવાયું નથી. જોકે ઇડીએ વોશિંગ મશીનનો ફોટો શેર કર્યેા છે. ઇડી આવા ફોટો શેર કરે તે પણ વિચિત્ર છે, ઘણા તેને ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવાના પ્રયાસ પે જુવે છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેપ્રિકોર્નિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિકસ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેકટર વિજય કુમાર શુકલા અને સંજય ગોસ્વામી અને સંબંધિત કંપનીઓના પરિસરમાં સર્ચ કરવામાં આવ્યું હતું. ઇડીએ જણાવ્યું હતું કે લમીટોન મેરીટાઇમ, હિન્દુસ્તાન ઇન્ટરનેશનલ, રાજનંદિની મેટલ્સ લિમિટેડ, સ્ટુઅર્ટ એલોય્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ભાગ્યનગર લિમિટેડ, વિનાયક સ્ટીલ્સ લિમિટેડ, વશિ કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ અને તેમના ડિરેકટર્સપાર્ટનર્સ સંદીપ ગર્ગ, વિનોદ કેડિયા અને અન્યના પરિસરની તપાસ કરવામાં આવી હતી. જોકે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા અને કુક્ષેત્ર, હરિયાણામાં વિવિધ સ્થળોએ આ સર્ચ કયારે હાથ ધરવામાં આવ્યું હતું તે ઇડીએ જણાવ્યું નથી. સર્ચ દરમિયાન ૨.૫૪ કરોડ પિયાની બિનહિસાબી રોકડ મળી આવી હતી, જેનો એક ભાગ 'વોશિંગ મશીન'માં છુપાવીને રાખવામાં આવ્યો હતો. ઇડીએ કહ્યું કે કુલ ૪૭ બેંક ખાતાઓમાંથી ટ્રાન્ઝેકશન પર પણ પ્રતિબધં મૂકવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech