મોરબી, અમદાવાદ, મહેસાણામાં ટ્રોગન, ધરતી ગ્રુપ પર EDના દરોડા

  • November 29, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંધકામ ક્ષેત્રે અને રોડ કોન્ટ્રાકટમાં મોટું નામ ધરાવતા અમદાવાદના ટ્રોગન તથા ધરતી ગ્રુપ પર ઈન્કમટેકસની ટીમે આજે વહેલી સવારથી દરોડાનો દોર આરંભ્યો છે. આ દરોડામાં રેલો બન્ને કંપનીના ભાગીદારો મોરબીમાં આવેલી તિર્થક પેપર અને સોહમ પેપર સુધી પહોંચ્યો છે. ઈન્કમટેકસની જુદી જુદી ટીમોએ એકસાથે મોરબી, અમદાવાદ અને મહેસાણામાં દરોડા પાડતા બિલ્ડર લોબી અને મોરબી ગ્રુપમાં ફફડાટ ફેલાયો છે. એક રાજકીય મોટા અગ્રણીના જમાઈની ફેકટરી પર પણ આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધયુ છે.
દરોડા સંદર્ભેની પ્રા થયેલી વિગતો મુજબ અમદાવાદમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે મોટી બાંધકામની સ્કીમ પર આઈટીની ટીમ ત્રાટકી હતી. મહેસાણાના વતની અને અમદાવાદમાં રહેતા મહેન્દ્ર પટેલ ટ્રોગન ગ્રુપના નામે બાંધકામ સ્કીમો અને રોડ કોન્ટ્રાકટના મોટા કામ ધરાવે છે. બિલ્ડર કમ મોટાગજાના કોન્ટ્રાકટર મહેન્દ્ર પટેલની ટ્રોગન, ધરતી ગ્રુપની ઓફિસો, સાઈટો પર એકસાથે અલગ અલગ ટીમોએ વહેલી સવારથી ઓપરેશન આરંભ્યું છે.
ટ્રોગન અને ધરતી ગ્રુપ પર દરોડા સંદર્ભે આઈટીની ટીમે ફત્પલપ્રુફ પ્લાન અને લેશન કયુંર્ હોય તેમ મહેન્દ્ર પટેલ સાથે ભાગીદારી ધરાવતા મોરબીની તિર્થક પેપરના માલીક કિરીટભાઈ ફત્પલતરીયા અને સોહમ પેપરના પ્રવિણ મારવણીયા આ બન્ને મહેન્દ્ર પટેલના પ્રોજેકટમાં ભાગીદારો છે. જેથી આઈટીની ટીમો મોરબીમાં પણ ઉતરી પડી છે. તિર્થક અને સોહમ પેપર નામની ફેકટરી, ઓફિસો, માલીકો અને ભાગીદારોના રહેણાંકો પર પણ એકસાથે છાપા માર્યા છે. કિરીટ ફત્પલતરીયા મોટાગજાના એક રાજકીય નેતાના જમા થતાં હોવાનું જાણવા મળે છે અને તેઓ મુળ મોરબીના પરંતુ હાલ અમદાવાદ સ્થાયી થયા છે.
ટ્રોગન અને ધરતી ગ્રુપના મહેન્દ્ર પટેલ સાથે બન્ને ભાગીદારોને શું વ્યવહારો છે એ ઉપરાંત મોરબીમાં મહેન્દ્ર પટેલની ભાગીદારી છે કે કેમ ? તે સહિતના દસ્તાવેજી પુરાવા મેળવવા માટે આઈટીની જુદી જુદી ટીમોએ કવાયત શરૂ કરી છે. અમદાવાદ તેમજ અન્ય રીજીયનની ઈન્કમટેકસની ટીમોએ એકસાથે વહેલી સવારે જ અમદાવાદ, મોરબી અને મહેન્દ્ર પટેલના મુળ વતન મહેસાણામાં પણ દરોડા પાડતા આ બધા ગ્રુપ સાથે સંકળાયેલા ધંધાર્થી ગ્રુુપ, બિલ્ડર લોબી તેમજ કોન્ટ્રાકટરોમાં પણ ફફડાટ ફેલાયો છે. કદાચ રેલો આપણા સુધી પણ પહોંચી શકે તેવી આશંકાએ ટ્રોગન, ધરતી ગ્રુપ તેમજ તિર્થક પેપર, સોહમ પેપર સાથે વ્યવહારો કરનાર પેઢીઓએ પણ બધુ સગેવગે કરવા માટે દોડધામ આદરી દીધી હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application