બોગસ પેઢી બનાવી કરોડોની જીએસટી ચોરી મામલે જીએસટી વિભાગની ફરિયાદ બાદ રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં ઈડી દ્વારા તપાસ હાથ ધરી છે. ગઈકાલે જૂનાગઢમાં પણ બે કન્સ્ટ્રક્શન પેઢીમા પણ ખાનગી રાહે પૂછપરછ અને બિલિંગ વ્યવહારો અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી.ઈડીના જૂનાગઢમાં આગમનથી બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ અનેક પેઢીઓમા ફફડાટ ફેલાયો હતો. અને દોડધામ થઈ હતી.
જીએસટી વિભાગ દ્વારા બોગસ પેઢી અને બિલિંગ અન્વયે કરોડોની ટેક્સ ચોરી મામલે રાજ્યની 13 પેઢી સામે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસ કરી પૂછપરછ પણ કરવામાં આવી હતી. જીએસટીની તપાસ પૂર્ણ થઈ નથી ત્યાં ઈડી ની ટીમ દ્વારા રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં ખાનગી રાહે બીલિંગમાં સંડોવાયેલી પેઢીઓમાં તપાસ અને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પર આવેલ બીજે ઓડેદરા અને આર એમ દાસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે નાણાકીય વ્યવહારો, બિલિંગની કામગીરી, ક્ધસ્ટ્રક્શન ની વિગતો ઉપરાંત ટેક્સ સહિતની બાબતો અંગે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
જીએસટી વિભાગ દ્વારા કરાયેલી ફરિયાદમાં બોગસ નંબરના આધારે પેઢી બનાવવામાં આવી હતી જેમાં જૂનાગઢની બે ક્ધસ્ટ્રક્શન પેઢીના નામ ખુલ્યા હતા જેથી અમદાવાદ ખાતે જીએસટી વિભાગ દ્વારા કરાયેલી પૂછપરછ બાદ હવે ઈઙી દ્વારા પણ તપાસમાં ઝંપલાવ્યું છે.બીજે ઓડેદરા કંપ્નીના માલિકો ગવર્મેન્ટ ક્ધસ્ટ્રક્શન ક્ષેત્રે સંકળાયેલા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જેથી તપાસમાં કેટલી સાઈટ કેટલા કોન્ટ્રાક્ટ અને કેવી રીતે ચુકવણી અને બીલિંગ થતું હતું તે અંગે અંગે પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી વ્યવહારો અને કામગીરી અંગે વિગતો મેળવી હતી. ઈડીની કામગીરીથી સ્થાનિક ક્ધસ્ટ્રક્શન અને બાંધકામ ક્ષેત્રની પેઢીઓમાં ફફડાટ ફેલાયો હતો.સાંજ સુધી અલગ અલગ વિભાગો અને કામગીરી બાબતે પૂછપરછ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech