મુંબઈના બિલ્ડર ટેકચંદાણી સામે ઈડીની તપાસ, 22 સ્થળે દરોડા

  • February 13, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ તલોજા પોલીસ સ્ટેશન અને ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે અલગ-અલગ એફઆઈઆરના આધારે મુંબઈના એક જાણીતા બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એજન્સીએ એકસાથે 22 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં 30 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.હજુ તપાસ ચાલુ રહેશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ મુંબઈના એક જાણીતા બિલ્ડર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ મુંબઈ અને નવી મુંબઈમાં 22 સ્થળો પર દરોડા પાડ્યા છે. સુપ્રીમ ક્ધસ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાં પણ 7 ફેબ્રુઆરીએ દરોડા પાડવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દરોડામાં 27.5 લાખ રૂપિયા રોકડ, કરોડોની એફડી અને સંપત્તિના દસ્તાવેજો જપ્ત કયર્િ છે. માહિતી અનુસાર, દરોડામાં કુલ સંપત્તિના દસ્તાવેજો અને 30 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે.

તલોજા પોલીસ સ્ટેશન અને ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં તપાસ એજન્સી દ્વારા નોંધાયેલી બે અલગ-અલગ એફઆઈઆરના આધારે ઈડીએ પીએમએલએ હેઠળ કાર્યવાહી કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડર ટેકચંદાણી અને અન્યોએ ચેમ્બુરના તલોજામાં હાઉસિંગ સોસાયટી બનાવવાના નામે લગભગ 1700 ગ્રાહકો પાસેથી 400 કરોડ રૂપિયા લઈ લીધા હતા, પરંતુ ગ્રાહકોને ના તો ફ્લેટ મળ્યા અને ના તો પૈસા પાછા આપવામાં આવ્યા. તપાસ એજન્સી પાસેથી મળેલી માહિતી અનુસાર, 1700 લોકો પાસેથી લીધેલા 400 કરોડ રૂપિયા ટેકચંદાનીએ પરિવારના નામે અલગ-અલગ જગ્યાએ જમીન અધિગ્રહણમાં રોક્યા હતા. આ પહેલા પણ મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા ઘણાં ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ બ્રાન્ચે શહેરના બિલ્ડર લલિત ટેકચંદાનીની છેતરપિંડી અને બનાવટના કેસમાં ધરપકડ કરી હતી.
અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ મામલો ઘણાં ઘર ખરીદનારાઓ સાથે કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે તેણે તળોજામાં ટેકચંદાનીના બાંધકામ પ્રોજેક્ટમાં રૂ. 36 લાખનું રોકાણ કર્યું હતું. તેમણે કહ્યું કે કંપ્નીએ તેમને ખાતરી આપી હતી કે આ પ્રોજેક્ટ 2017માં તૈયાર થઈ જશે, પરંતુ તેનું નિમર્ણિ 2016માં બંધ થઈ ગયું. આવી સ્થિતિમાં તેમને ના તો ફ્લેટ મળ્યો અને ના તો તેમના પૈસા પાછા મળ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application