દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલી વધી ગઈ છે. વહેલી સવારે તેમના નિવાસે ઈડીએ ત્રાટકયાં બાદ આખરે તેમની ધરપકડ કરી લીધી છે. દિલ્હી વકફ બોર્ડમાં મની લોન્ડરિંગના કેસમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે દરોડા પાડવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની ટીમ તેમના ઘરે પહોંચી હતી. જો કે, અમાનતુલ્લા ખાને ઈડીની ટીમને ઘરમાં પ્રવેશતા અટકાવી હતી કારણ કે ઈડી સાથે સ્થાનિક પોલીસની કોઈ ટીમ નહોતી. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી.
અગાઉ આ મામલે આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું હતું કે, વહેલી સવારે તાનાશાહના આદેશ પર તેની કઠપૂતળી ઈડી મારા ઘરે પહોંચી ગઈ છે, તાનાશાહ મને અને આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. ઈમાનદારીથી લોકોની સેવા કરવી એ ગુનો છે? આ સરમુખત્યારશાહી કયાં સુધી ચાલશે?'
આપ નેતા મનીષ સિસોદિયાએ પણ આ મુદ્દે એકસ પર લખ્યું હતું કે, ઈડી માટે આ જ કામ બાકી છે. ભાજપ સામે ઉઠેલા દરેક અવાજને દબાવી દો. તેમને તોડી નાખો. જેઓ ભાંગી પડયા નથી અને દબાયેલા નથી, તેમને ધરપકડ કરીને જેલમાં ધકેલી દો.
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે એકસ પર વીડિયો પોસ્ટ કર્યેા છે અને લખ્યું છે કે, ઈડીની ક્રૂરતા જુઓ. અમાનતુલ્લા ખાન સૌપ્રથમ ઈડીની તપાસમાં જોડાયા, વધુ સમય માંગ્યો, તેમની સાસુ કેન્સરથી પીડિત છે, તેમનું ઓપરેશન થયું છે, તેઓ દરોડા પાડવા માટે વહેલી સવારે ઘરે પહોંચ્યા. અમાનતુલ્લા સામે કોઈ પુરાવા નથી, પરંતુ મોદીની સરમુખત્યારશાહી અને ઈડીની ગુંડાગીરી બંને ચાલુ છે.
બીજી તરફ ભાજપના પ્રવકતા પ્રવીણ શંકર કપૂરે અમાનતુલ્લા ખાન પર નિશાન સાધ્યું અને કહ્યું કે, જે વાવશે તે લણશે. અમાનતુલ્લા ખાન કાશ તમને આ યાદ હોત. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ લિકર પોલિસી કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં જઈ ચૂકયા છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી લઈને મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા નેતાઓનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech