ગોઢાણીયા મહિલા કોલેજના ઇ-મેગેઝીન ‘સુબોધિની’નું થયુ વિમોચન

  • September 05, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજના ઇ-મેગેઝીન ‘સુબોધિની’નું વિમોચન  કરવામાં આવ્યુ હતુ.
નારી શિક્ષણ ક્ષેત્રે છેલ્લા છત્રીસ વર્ષથી પોરબંદર જિલ્લામાં અનોખું સ્થાન ધરાવતી ડો. વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજ દ્વારા તાજેતરમાં શિક્ષણ-સંશોધનની પ્રવૃત્તિને વેગવાન બનાવવાના ઉમદા હેતુસર ઇ-મેગેઝીનના વિમોચનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રારંભમાં પોરબંદરની ડો. વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. કેતનભાઇ શાહે વિગતો પ્રસ્તુત કરી મહાનુભાવોને મીઠો આવકાર આપ્યો હતો. પોરબંદરમાં છેલ્લા છત્રીસ વર્ષથી નારી શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરમાં જિલ્લામાં એક અનોખુ સ્થાન ધરાવતી અને જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં ન્યૂ દિલ્હીની સરકારી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા નેક દ્વારા  ‘એ’ ગ્રેડ મેળવનાર  માત્ર એક કોલેજ ધરાવતી માલદેવજી ઓડેદરા સ્મારક  ટ્રસ્ટ સંચાલિત ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજ દ્વારા તાજેતરમાં ટ્રસ્ટની ઓફિસ ખાતે ઇ-મેગેઝીનનું વિમોચન ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણપ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયાએ કોમ્પ્યુટર પર કલીક કરીને વિમોચન કરી લોકાર્પણ કર્યુ હતુ બાદ તેઓએ જણાવ્યુ કે નવા સંજોગો અને વાસ્તવિકતાની નવી પહેલ જ‚રી છે. અધ્યાપન શાસ્ત્રમાંં બદલાવ આવતા ઇ-મેગેઝીનનો અભિગમ જ‚રી છે. શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજોને આંબવા માટે ઇ-મેગેઝીન એક અસરકારક માધ્યમ છે. શિક્ષણની  ગુણવત્તાને ઉંચી લાવવા ઇ-મેગેઝીન મહત્વનું યોગદાન આપશે. અભ્યાસક્રમ સંબંધિત પૂરક માહિતી મેળવવા શિક્ષકો, અધ્યાપકો અને છાત્રોને આ મેગેઝીન ઉમદા તક પૂરી પાડશે. આ પ્રકાશનને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ ઇ-મેગેઝીનના તંત્રી પદે મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. કેતનભાઇ શાહ અને સંપાદક મંડળમાં પ્રોફેસરની  ટીમ તેમજ ટેકનિકલ સ્ટાફ તરીકે દીપભાઇ સોનેગરા, ભાવેશભાઇ મોઢા, સતીશભાઇ રાવત પોરબંદરની ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેકટર અનેકેળવણીકાર એ. આર. ભરડા, ટ્રસ્ટના અંગત સેક્ેટરી કમલેશભાઇ થાનકી, યોગગુરુ જીવાભાઇ ખુંટી સહિત ગોઢાણીયા મહિલા કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. દેશની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે, વર્તમાન પેઢીના સામર્થ્યને વધારવા માટે નવી શિક્ષણ નીતિ ખુબજ ઉપયોગી થશે, તે સંદર્ભે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ અમલી બનતા હવે શિક્ષકો-પ્રોફેસરોએ પોતાની જાતને અપગ્રેડ કરવાની રહેશે, શિક્ષકો પ્રોફેસરોને સિનીયોરીટી નહી, કુશળતા, ક્ષમતાના આધારે પ્રમોશન મળશે. શિક્ષણના દરેક તબક્કે સરકાર દ્વારા મોનીટરીંગ સિસ્ટમ અમલી બનાવવામાં આવશે. આ નીતિ બેઝિક કોમ્પ્ટુટીંગ, કોડિંગ અને ઇનોવેશન સંશોધન પર વિશેષ ભાર મૂકાયો છે. રિસર્ચનું મજબૂત કલચરર ઉભુ કરવા ‘નેશનલ રિસર્ચ,  ફાઉન્ડેશનની સ્થાપના કરાઇ છે. ટેકનિકલ શિક્ષણ માટે નેશનલ અજ્યુકેશન ટેકનોલોજી લોજી ફોરમ (એન.એફ. ટી.ઇ.) રચનાની  પ્રક્રિયા શ‚ થઇ છે. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે નેશનલ એસેસમેન્ટ સેન્ટર પરખની પણ રચના કરાય છે. નેશનલ અભ્યાસક્રમની નવેસરથી વિદ્યાર્થી, સમાજ અને રાષ્ટ્રની જ‚રિયાતને ધ્યાને લઇ શિક્ષકો, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને ટીચિંગ સાથે લર્નિંગ એટલે કે અધ્યયનશીલ બનાવવા માટે માત્ર ટીચિંગને બદલે લર્નિંગ પર વિશેષ ભાર મુકાયો છે ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના ભાગ‚પે ગોઢાણીયા મહિલા કોલેજે આ ઇ-લર્નિગ સુબોધિની મેગેઝીનની પહેલ કરી છે. આ પહેલને ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા, ટ્રસ્ટી ભરતભાઇ ઓડેદરા, શાંતાબેન ઓડેદરા, જયશ્રીબેન ગોઢાણીયા, ભરતભાઇ વિસાણા સહિતના ટ્રસ્ટીગણે આવકારી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application