શહેરમાં પ્રથમ તબક્કે ૧૬ રૂટ પર દોડશે ઈ-બસ, મ્યુ. તંત્ર દ્વારા શરૂ થયો સળવળાટ

  • September 24, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેરમાં આગામી સમયમાં ઈ -સિટી બસ દોડવાના સંજોગો ધીરે ધીરે નિર્માણ પામી રહ્યા છે, કેન્દ્ર સરકારની યોજના નીચે ભાવનગરની વસ્તીના પ્રમાણમાં ૧૦૦ બસ ફાળવી શકાય તેમ છે, ત્યારે પ્રથમ તબ્બકામાં ૨૫ બસ ફાળવવા માટે સરકારમાંથી જ ૧૬ રૂટનો ડ્રાફ્ટ બનાવીને મહાનગર પાલિકાને મોકલી આપ્યો છે, જેમાં મહાપાલિકા તંત્ર દ્વારા રૂટમાં સુધારા વધારા કરીને પરત મોકલશે.
શહેરમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા સિટી બસના રૂટ ચાલુ છે. વર્ષોથી સિટી બસની સુવિધાને શાસકોની ઈચ્છા શક્તિનુ કલંક લાગી ગયુ હોય તેમ સિટી બસ સેવાનો લાભ ભાવનગરની જનતાને મર્યાદિત મળ્યો છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારની ઈ બસ યોજના ચાલુ થવા જઈ રહી છે, જેમાં ભાવનગરને વસ્તીના પ્રમાણમાં ૧૦૦ બસ ફાળવી શકાય તેમ છે, તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર મહાનગર પાલિકા સાથે પત્ર વ્યવહાર હાથ ધરાયો  છે.
મેયર ભરતભાઈ બારડએ જણાવ્યુ હતું. હાલમાં સરકારમાંથી ૧૬ રૂટનુ આયોજન આવ્યુ છે, જે રૂટ અંગે અભ્યાસ કરીને સુધારા વધારા કરીને સરકારમાં પરત મોકલવામાં આવશે, ત્યાર બાદ રૂટ અને બસ સુવિધાઓ ચાલુ કરાશે. જોકે, હાલમાં પ્રથમ તબ્બકામાં ૨૫ ટકા  ૨૫ બસની ફાળવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતુ.
શહેરમાં હાલ મર્યાદિત સિટી બસ સુવિધા હોવાથી રિક્ષા ભાડામાં આડેધડ લૂંટ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદની સરખામણીએ ભાડાના  દામ સાંભળીને રેલ કે એસ.ટી. સ્ટેન્ડના વે મુસાફરો ચાલતી પડકે છે, કા તો સંબધીને ક વાહન લઈને બોલાવી લે છે, આવા સમયે ઉ ઈ બસની સુવિધા ઉભી થવાથી ઢી ભાવનગરની જનતા ભાડામાં લૂંટાતી  અટકશે, તેમજ એક વિસ્તારથી બીજા મા 
(અનુસંઘાન પાના નં. ૬ ઉપર)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News