17મી સપ્ટેમ્બર એટલે કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો. સામાન્ય રીતે જન્મદિવસ પર ગિફ્ટ મળે છે પરંતુ ભારતના વડા પ્રધાનને મળેલી ભેટ અથવા સ્મૃતિચિહ્નોની ઇ-ઓક્શન ગઈકાલે જ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટ અને સ્મૃતિચિહ્નોની ઇ-ઓક્શન મંગળવારથી શરૂ થઈ હતી અને 2 ઓક્ટોબર, 2024 સુધી ચાલુ રહેશે. આ વખતે વડાપ્રધાન મોદી દ્વારા છેલ્લા એક વર્ષમાં ભેટ તરીકે મળેલી લગભગ 600 વસ્તુઓની હરાજી કરવામાં આવશે. અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી 600થી વધુ ભેટ અને સ્મૃતિચિહ્નોની ઈ-ઓક્શન થઈ રહી છે.
ઈ-ઓક્શનમાં કઈ ભેટ સામેલ?
હરાજી માટે ઓફર કરાયેલ વસ્તુઓમાં પરંપરાગત કલાની શ્રેણીનો સમાવેશ થાય છે. તેમાં ચિત્રો, જટિલ શિલ્પો, સ્વદેશી હસ્તકલા અને સુંદર લોક અને આદિવાસી કલાકૃતિઓ છે. આ ખજાનામાં પરંપરાગત રીતે સન્માન અને આદરના પ્રતીક તરીકે આપવામાં આવતી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમાં પરંપરાગત ઝભ્ભો, શાલ, અને સેરેમોનીયલ તલવારોનો સમાવેશ થાય છે.
ઈ-ઓક્શનમાં કેવી રીતે ભાગ લઈ શકો છો?
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય વતી કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે "600 થી વધુ ભેટ અને સ્મૃતિચિહ્નોની ઓનલાઈન હરાજી કરવામાં આવી રહી છે. ઈ-ઓક્શનમાં ભાગ લેનારાઓ સત્તાવાર વેબસાઈટ https://pmmementos.gov.in/ દ્વારા રજીસ્ટ્રેશન કરીને તેમાં ભાગ લઈ શકે છે.
PM મોદીની ભેટ 600 રૂપિયામાં પણ ખરીદી શકાય છે
સૌથી ઓછી મૂળ કિંમતની ભેટમાં કોટન અંગવસ્ત્ર, ટોપી અને શાલનો સમાવેશ થાય છે અને તેની કિંમત રૂ. 600 છે. દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન મોદીને મળેલી ભેટોની હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે પ્રોજેક્ટને આપવામાં આવશે. આ નાણા ગંગા નદીના સંરક્ષણ અને તેની નાજુક ઇકોસિસ્ટમની સુરક્ષા માટે ભારત સરકારની એક મોટી પહેલ છે.
વડા પ્રધાન મોદીને મળેલી કઈ ભેટની કિંમત સૌથી વધુ?
આ ભેટમાં પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા નિત્યા શ્રી સિવાન અને સુકાંત કદમના બેડમિન્ટન રેકેટ અને સિલ્વર મેડલ વિજેતા યોગેશ ખાટુનિયાના 'ડિસ્કસ'નો સમાવેશ થાય છે. તેની મૂળ કિંમત લગભગ 5.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. પેરાલિમ્પિક બ્રાન્ડ મેડલ વિજેતા અજીત સિંહ અને સિમરન શર્મા અને સિલ્વર મેડલ વિજેતા નિષાદ કુમાર દ્વારા ગિફ્ટમાં આપેલા જૂતા સિવાય સિલ્વર મેડલ વિજેતા શરદ કુમાર દ્વારા હસ્તાક્ષર કરાયેલી કેપની બેઝ પ્રાઇસ 2.86 લાખ રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે.
રૂ. 5.50 લાખની કિંમતની રામ મંદિરની પ્રતિકૃતિ, રૂ. 3.30 લાખની કિંમતની એક મોરની પ્રતિમા, રૂ. 2.76 લાખની કિંમતની રામ દરબારની પ્રતિમા અને રૂ. 1.65 લાખની કિંમતની ચાંદીની વીણા ઉંચી કિંમતવાળી ભેટ છે અને તેમની મૂળ કિંમત સૌથી વધુ રાખવામાં આવી છે.
આ હરાજીમાં ખાસ શું છે?
હરાજીનો એક ભાગ ભારતના બહાદુર યોદ્ધાઓ અને સ્વતંત્રતા સેનાનીઓને સમર્પિત છે. આ હરાજીની મુખ્ય વિશેષતા એ પેરાલિમ્પિક ગેમ્સ, 2024ના સ્પોર્ટ્સ મેમેન્ટો છે. જે વિવિધ મેડલ વિજેતાઓ દ્વારા પીએમ મોદીને આપવામાં આવ્યા છે.
આ ઈ-ઓક્શન કોણ કરે છે?
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતના જણાવ્યા અનુસાર, પીએમ મોદીની આ ભેટોની હરાજી માટે એક સરકારી સમિતિ આધાર કિંમત નક્કી કરે છે. ઈ-ઓક્શનમાં કિંમતો લઘુત્તમ રૂ. 600 થી મહત્તમ રૂ. 8.26 લાખ સુધીની હોય છે. તમામ ભેટોની ઈ-ઓક્શનનો વિકલ્પ સામાન્ય લોકો માટે ખુલ્લો છે અને તેઓ રૂ. 600 થી શરૂ કરીને આશરે રૂ. 8.25 લાખની કિંમતના સ્મારકો સુધીની ભેટ માટે ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકે છે.
સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સોમવારે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં વડાપ્રધાનને મળેલા સ્મૃતિચિહ્નો ધરાવતા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે કહ્યું કે પીએમ મોદી દ્વારા ભેટ તરીકે મળેલ આ અસાધારણ કલેક્શન દેશની સંસ્કૃતિ, ઈતિહાસ અને રાજનીતિની સાથે આધ્યાત્મિકતાના સમૃદ્ધ સંબંધને દર્શાવે છે.
ભેટોની આ ઈ-ઓક્શન કેટલા સમયથી ચાલી રહી છે?
પીએમ મોદીને મળેલી ભેટોની ઈ-ઓક્શનની પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 2019માં શરૂ થઈ હતી અને તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. વડાપ્રધાનના સ્મૃતિચિહ્નોની સફળ હરાજીની શ્રેણીની આ છઠ્ઠી આવૃત્તિ છે. પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 2019 માં લોન્ચ કરવામાં આવી હતી. પાંચ આવૃત્તિઓમાં અત્યાર સુધીમાં રૂ. 50 કરોડથી વધુ એકત્ર કરવામાં આવ્યા છે. સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હરાજીનો એક ભાગ ભારતના બહાદુર યોદ્ધાઓ અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે તેમજ દેશના ઇતિહાસના ગૌરવશાળી પ્રકરણોની ઉજવણી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech