ગુજરાત રાજયમાં દારૂબંધી વધુ સખત બનાવવા અને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે રાય સરકાર દ્રારા બુટલેગરો, ધંધાર્થીઓને ઝટકો મારતો મોટો નિર્ણય લેવાયો છે. દારૂના જથ્થા સાથે પકડાતા લાખોની કિંમતના વાહનો કોર્ટ કેસ ચાલ્યા પુર્વે જ હરાજી કરવામાં ખાસ વટહત્પકમ રાયપાલ દ્રારા બહાર પાડવામાં આવ્યો છે. આ વટહત્પકમમાં વાહનો હરાજી કરવાની સત્તા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે.
દારૂબંધીના ગાંધીના ગુજરાતમાં પોલીસ અને અન્ય એજન્સીઓ ગમે તેટલી સતર્ક રહે આમ છતાં કરોડો રૂપિયાનો દારૂ અન્ય પ્રાંતમાંથી ગુજરાતમાં ઠલવાય છે તે નરી વાસ્તવિકતા છે. દારૂ રાયમાં ઘુસવાથી લઈ અને વેચાવા સુધીમાં કયાંક ને કયાંક પોલીસની મુક સહમતી અથવા તો આખં આડા કાન અને હા સિસ્ટમ પણ કારણભૂત હોય શકે. લાખોની કિંમતના ટ્રક, ટેન્કર અને કારમાં દારૂની હેરફેર પરિવહન થતું રહે છે. પોલીસ જયારે આવો મોટો જથ્થો પકડે ત્યારે વાહનો પણ કબજે લેતી હોય છે. વાહન ધારકો દ્રારા કોર્ટમાંથી પરવાનગી સાથે બોન્ડ જામીન મેળવીને આવા વાહનો છોડાવી લેતા હતા. જો કે, હવે જયાં સુધી પ્રોહીબીશનનો કેસ કોર્ટમાં અંતિમ ચુકાદા સુધી ન આવે ત્યાં સુધી આ વાહનો છુટવા પર પણ પાબંધી છે.
લાખોના વિદેશી દારૂ સાથે પકડાતા આવા વાહનો પોલીસ કબજે લઈને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ અથવા તો કોઈ જગ્યામાં રાખી દેતી હોય છે. કેસ ચાલી જાય ત્યાં સુધી આવા વાહનોની હાલત કંડમ (ભંગાર) થઈ જતી હોય છે. વિદેશી દારૂની હેરફેર અટકે અને બુટલેગરો, ધંધાર્થીઓ પર લગામ કસાય તેવા અભિગમ સાથે ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯માં રાયપાલને મળેલી ખાસ સત્તાના આધારે સુધારો કરવામાં આવ્યો છે અને વટહત્પકમ બહાર પાડયો છે. સામાન્ય રીતે સુધારા વધારાઓ વિધાનસભા સત્રમાં થતાં હોય છે પરંતુ અત્યારે રાયની વિધાનસભા સત્ર ચાલુ નથી. રાયપાલના ખાસ વટહત્પકમથી આ નવા નિયમનો અમલ થશે.
વટહુકમમાં લાખોના વિદેશી દારૂમાં પકડાયેલા વાહનો કોર્ટના અંતિમ ચુકાદા પુર્વે હરાજી થઈ શકશે અને તે માટેની સત્તા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને મળી છે. જે તે પોલીસ મથકો, બ્રાંચ કબજે થયેલા આવા વાહનો કોર્ટ કેસ ચાલ્યા પુર્વે જ કોર્ટની મંજુરી લઈને હરાજી કરી શકાશે. રાયપાલના વટહુકમનો ત્વરીતપણે અમલ થાય તે માટે રાયના ગૃહ વિભાગ દ્રારા સંબંધીત સત્તાવાહકોને વટહત્પકમની સત્તાની સત્તાવાર રીેતે લેખીતમાં નકલ સાથે જાણ કરી દીધી છે
રાજય સરકારને થશે કરોડોની આવક
લાખોના વિદેશી દારૂમાં પકડાતા વાહનો હરાજી કરવા માટે રાયપાલે કરેલા વટહત્પકમનો અમલ પણ તુરંતમાં જ શરૂ થનાર છે. રાયભરમાં કરોડોની કિંમતના પ્રોહીબીશનમાં પકડાયેલા વાહનો કબજે થયેલા છે. આવા વાહનો હરાજી કરવા માટેની કાર્યવાહી સાથે સરકારી તિજોરીને પણ કરોડો રૂપિયાની આવક થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech