દ્વારકાનો દરીયાકાંઠો ડ્રગ્સ ઘૂસાડવાનું હોટસ્પોટ...?

  • June 13, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા નજીકથી ત્રણ દિવસમાં 25 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું તો હેરાફેરી કેટલાનાં ડ્રગ્સની થઇ હશે...?



દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરીયાકાંઠો નશીલા પદાર્થોની હેરાફેરી માટે સ્વર્ગ સમાન બની ગયો હોય એવું ચિત્ર છેલ્લા થોડા સમયથી ઉપસી રહ્યું છે. તાજેતરમાં રૂપણ બંદર પાસેથી 16 કરોડનું ચરસ ઝડપાયા પછી મોજપ પાસેથી 42 લાખનું તેમજ ફરી સર્ચ ઓપરેશન દરમ્યાન 11 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.


ત્રણ-ચાર દિવસમાં લગભગ 27 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ બિનવારસુ હાલતમાં ઝડપાતા સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થાય છે. કરોડોનાં ડ્રગ્સ પકડવામાં એસ.પી. નિતેશ પાંડેનો ટ્રેક રેકોર્ડ જબરદસ્ત છે પણ એ એ પણ દર્શાવે છે કે દ્વારકાનો દરીયાકાંઠો ડ્રગ્સ ઘૂસાડવા માટે હોટસ્પોટ બની ગયો છે. 


નિષ્ણાંતોનાં મતે દ્વારકા જિલ્લાનાં દરીયા કાંઠેથી ડ્રગ્સ ભારતમાં ઘૂસાડી મુંબઇ સુધી પહોંચાડવામાં આવે છે. આ ધંધામાં આરબ દેશો તરફથી આવતા વહાણો શંકાસ્પદ ભૂમિકા ભજવે છે. 


સાગર સુરક્ષા વધારવા ચોકક્સૌ પ્લાન મુજબ પેટ્રોલીંગની જરૂર છે. વર્ષમાં અમુક કરોડનું કે સેંકડો ડ્રગ્સ જો બિનવારસુ ઝડપાતું હોય તો હેરાફેરી થયેલા ડ્રગ્સની કિંમત હજારો કરોડમાં હોય એ અનુમાન અઘરૂ નથી. કરોડોનું ડ્રગ્સ પકડી પોતાની પીઠ થપથપાવતી પોલીસે ડ્રગ્સ પકડાવાને પોતાની સફળતા માનવાને બદલે નિષ્ફળતા માનવી જોઇએ તો જ મોટા નેટવર્કને તોડી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application