કેપ્ટન હાર્દિક પંડયા, રોહીત શમર્િ સહિતના ખેલાડીઓ ચાર દિવસનું મીની વેકેશન મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ગ્રીન્સમાં પરિવાર સાથે માણવા આવી પહોંચ્યા
આઇપીએલમાં મુંબઇ ઇન્ડીયન્સ જયારે પણ સળંગ પરાજયનો સામનો કરે છે ત્યારબાદ ટીમના માલિક નીતા અંબાણી અને ટીમને દ્વારકાધીશ યાદ આવે છે અને તેઓ દર્શન માટે આવતા હોય છે, આ વખતે પણ મુંબઇ ઇન્ડીયન્સની શઆત ખુબ ખરાબ રહી છે, પહેલા ત્રણ મેચમાં પરાજય થયો છે, કદાચ એટલા માટે જ મુંબઇ ઇન્ડીયન્સ ટીમનું જામનગરમાં આગમન થયું છે, કહેવાય છે કે મીની વેકેશન માણવા ટીમ આવી છે, પરંતુ એવું લાગે છે કે વાસ્તવમાં આ ટીમ દ્વારકા જઇને દર્શન કરશે અને પોતાની જુની પરંપરા જાળવશે.
ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે, જયારે પણ મુંબઇ ઇન્ડીયન્સનો દેખાવ સારો ન રહેતા નીતા અંબાણી માથુ ટેકવવા માટે દ્વારકા આવ્યા હતાં અને ટીમના પરર્ફોમન્સમાં ફરક પડી જતો હોવાનું એમને લાગતા વારંવાર તેઓ અહીં આવતા હતાં, આ વખતે પણ શઆત સારી નહીં હોવાથી બની શકે કે મુંબઇ ઇન્ડીયન્સની ટીમ દ્વારકાધીશના ચરણોમાં નમન કરવા જશે.
જામનગરના એર પોર્ટ પર આજે ફરીથી મુંબઈ ઇન્ડિયન્સની ક્રિકેટ ટીમનું આગમન થયું છે, અને આઇપીએલમાં ચાર દિવસનો બ્રેક હોવાથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જામનગરની મહેમાન બની છે, અને રિલાયન્સ ગ્રીન્સમાં પોતાના પરિવાર સાથે મીની વેકેશન માણશે.
મુંબઈ ઈન્ડીયન્સની ટીમના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા, પૂર્વ કેપ્ટન રોહિત શમર્,િ ઉપરાંત અર્જુન તેંડુલકર, તિલક વમર્,િ ઇશાન કિશન, કવેના મફાકા સહિતના ક્રિકેટ ખેલાડીઓ આજે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં.
જેમાં કેટલાક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે પણ આવી પહોંચ્યા હતા અને તમામનું એરપોર્ટ પર રિલાયન્સ કંપનીના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું અને તમામને સ્પેશિયલ લક્ઝરી બસ મારફતે મોટી ખાવડી સ્થિત રિલાઇન્સ ગ્રીન્સમાં લઈ જવામાં આવ્યા છે અને તેઓ શનિવાર સુધીનું ચાર દિવસનું મીની વેકેશન માણશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech