દ્વારકા: પંચદિવસીય રાજ્યકક્ષાની 33મી શાસ્ત્રીય સ્પર્ધાનું સમાપન

  • December 21, 2024 11:01 AM 

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની વિશેષ ઉપસ્થિતિમાં "શ્રી શંકરાચાર્ય ગુરૂકુલમ્" ખાતે સ્પર્ધાનું સમાપન


યાત્રાધામ દ્વારકાના શારદામઠ સંચાલિત શ્રી શારદાપીઠ ગુરૂકુલમ ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, ગુજરાત સંસ્કૃત પાઠશાળા કર્ણાવતી અને શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુકત ઉપક્રમે 33મી શાસ્ત્રીય સ્પર્ધાનું ગઈકાલે ધામધૂમપૂર્વક સમાપન થયું હતું.


આ પંચદિવસીય ઈવેન્ટમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. સમાપન સમારોહમાં શારદાપીઠના પ્રતિનિધિ બ્રહમચારી નારાયણાનંદજી, અતિથિ વિશેષ પ્રજેશકુમાર રાણા, યતિનભાઈ ચૌધરી વસંતરાય તૈરૈયા, એચ.આર.જાડેજા, મધુબેન ભટ્ટ, નરેશકુમાર રાઠોડ, પાઠશાળા મંડળના પ્રમુખ ડૉ. મનોજગિરિજી, મંડળ હોદ્દેદારો, પ્રધાનાચાર્ય ડૉ.કુલદીપભાઈ પુરોહિત તથા રાજયભરની વિવિધ સંસ્કૃત પાઠશાળાઓ, મહાવિદ્યાલયો તથા વિશ્વવિદ્યાલયથી પધારેલા નિર્ણાયકો, માર્ગદર્શકો, પ્રધાનાચાર્યો, અધ્યાપકો, સ્પધાર્થીઓ તથા દ્વારકા નગરજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય તથા વૈદિક મંત્રોચ્ચારથી કરાઈ હતી.


બાદમાં વિવિધ 36 સ્પર્ધામાં અધિક અંકો પ્રાપ્ત કરેલ મહાવિદ્યાલયોને પુરસ્કૃત કરાયા હતા, જેમાં પ્રથમ ક્રમે બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય પોરબંદર, દ્વિતીય ક્રમે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલલય નડિયાદ તેમજ તૃતીય ક્રમે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડીને વિજેતા ટ્રોફી સહિતના ઈનામો સાથે પુરસ્કૃત કરાયા હતા. આ ઉપરાંત અલગ અલગ સ્પર્ધામાં એકથી ત્રણ વિજેતાઓને પુરસ્કાર પદક, પ્રમાણપત્ર તથા ચેક એનાયત કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application