શખ્સ સામે ફરીયાદ થતા ચકચાર : નરાધમની શોધખોળ કરતી પોલીસ
દ્વારકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી પર દુષ્કર્મ આચારવા સબબ સ્થાનિક શખ્સ સામે ગુનો નોંધાયો છે.
આ પ્રકરણ અંગે સગીરાના માતા દ્વારા દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકામાં આવેલા એક સિનેમાની સામેના વિસ્તારમાં રહેતા મનોજ સામતભાઈ પરમાર નામના શખ્સ દ્વારા ફરિયાદીની સગીર વયની પુત્રીનો એકલતાનો લાભ લઈ, અને તેણી સાથે શારીરિક અડપલા કરવા ઉપરાંત નજીકના ચરકલા રોડ પર આવેલા એક તળાવ પાસે તેણીને લઈ જઈ અને બળજબરીપૂર્વક સગીરાની સંમતિ વિના અને મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
આટલું જ નહીં, દુષ્કર્મમાં આચરવા અંગે જો તેણી કોઈને કાંઈ કહે છે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૫૪, ૩૭૬, ૫૦૬ (૨), પોક્સો એક્ટની વિવિધ કલમ હેઠળ નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરવિંદ કેજરીવાલ કોમામાં જઈ શકે છે: સાંસદ સંજય સિંહ.
July 13, 2024 05:11 PMDNA ટેસ્ટમાં બોયફ્રેન્ડ સાવકો ભાઈ હોવાનું બહાર આવ્યું, રિપોર્ટ જોઈને મહિલા ચોંકી ઉઠી
July 13, 2024 05:08 PMજામનગરમાં સીટી બી ડિવિઝન ખાતે મહોરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
July 13, 2024 05:02 PMરાધિકા મર્ચન્ટે લગ્નમાં પહેર્યા મોટી બહેનના ઘરેણાં
July 13, 2024 04:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech