ભુપેન્દ્રભાઈ પટેલ સરકારનું એક વર્ષ

  • December 13, 2023 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના હોદ્દેદારો કમલમની મુલાકાતે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની નવી સરકારને એક વર્ષ પૂર્ણ થતા ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના હોદ્દેદારો કમલમ ખાતે રાજ્યના ટોચના નેતાઓને સાથેની ખાસ બેઠકમાં સહભાગી થયા હતા.
ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ’ ખાતે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મંગળવારે ખાસ બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં પેજ સમિતિના સોફ્ટવેર અંગે યોજાયેલી કાર્યશાળામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના વડપણ હેઠળ યોજવામાં આવેલી આ ખાસ બેઠકમાં મહામંત્રી રસિકભાઈ નકુમ, યુવરાજસિંહ વાઢેર, જિલ્લા મંત્રી રાજુભાઈ સરસિયા ભરવાડ વિગેરે હોદ્દેદારોએ ખાસ ઉપસ્થિત રહી અને એકબીજાને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application