ચૂંટણી દરમિયાન રાજકોટમાંથી પાંચ કરોડ, જિલ્લામાંથી એક કરોડનો મુદ્દામાલ કબજે

  • May 15, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૂંટણી આચાર સહિતા લાગુ પડી ત્યારથી મતદાનના આગલા દિવસ સુધીમાં ચૂંટણી પચં દ્રારા રચવામાં આવેલી જુદી જુદી ટીમ દ્રારા કુલ પિયા ૬૦૨ લાખનો મુદ્દામાલ ઝડપાયો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.ચૂંટણી પંચના સતાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાંથી ૫૦૮ લાખ અને જિલ્લામાંથી ૯૪ લાખની રોકડ રકમ, સોના ચાંદીના દાગીના અને અન્ય ચીજ વસ્તુઓ ઝડપાઈ હતી.

સૌથી વધુ રાજકોટ શહેરમાંથી ૫૦૮ લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. જેમાં રાજકોટ વેસ્ટમાંથી ૩૨૯ લાખ, રાજકોટ ઇસ્ટમાંથી ૯૪ લાખ રાજકોટ ગ્રામ્યમાથી ૭૮ લાખ અને રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી સાત લાખનો મુદ્દામાલ ઝડપાયો છે.ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગોંડલમાંથી ૩૭ લાખ જેતપુરમાંથી ૪૬ લાખ જસદણમાંથી પાંચ લાખ અને ધોરાજીમાંથી બે લાખનો મુદ્દામાલ ઝડપાયો છે.

ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે અમુક કિસ્સાઓમાં જેમની પાસેથી માલ ઝડપાયો હતો તેમણે આધાર પુરાવા રજૂ કરતા તે મુકત કરવામાં આવ્યો છે અને બાકીના કિસ્સાઓમાં ચૂંટણી પતી ગયા પછી પણ ઇન્કમટેકસ જીએસટી સહિતના વિભાગોમાં તે અંગેની કામગીરી ચાલુ છે.
બીજી બાજુ ચૂંટણી તંત્રએ હવે તેમનું સમગ્ર ફોકસ મત ગણતરી અને તે સંદર્ભેની વ્યવસ્થામાં રાખ્યું છે. આગામી સાહે મતગણતરી માટેના એકાદ હજાર સ્ટાફના ઓર્ડર કાઢવામાં આવશે અને તેમને કામગીરી માટેનું રેન્ડમાઇઝેશન કરવામાં આવશે. બીજું રેન્ડમાઇઝેશન ઓબઝરવરની હાજરીમાં ૪૮ કલાક અગાઉ કરવામાં આવશે અને છેલ્લે મતગણતરીના દિવસે સવારે પાંચ વાગે કણકોટ ખાતેની એન્જિનિયરિંગ કોલેજમાં ત્રીજું રેન્ડમાઇઝેશન કરીને સ્ટાફને ટેબલવાઈઝ ડુટી ફાળવવામાં આવશે.
તારીખ ચાર જૂનના સવારે ૫:૦૦ વાગે થર્ડ અને ફાઇનલ રેન્ડમાઇઝેશન કર્યા પછી કોમ્પ્યુટર, ડેટા એન્ટ્રી અંગેની સાધન સામગ્રી, સાહિત્ય, મશીન અને મતગણતરી પૂરી થયા પછી સીલીંગને લગતી જે કોઈ સાધન સામગ્રી હોય છે તે વિધાનસભા બેઠકોવાઇઝ મદદનીશ ચૂંટણી અધિકારીને આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application