રાજકોટની ડમી સ્કૂલો પર ઉતરશે તવાઈ:૨૮૫ પાનાંનો રિપોર્ટ રજૂ

  • September 09, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ નજીકથી ઝડપાયેલી નકલી શાળા પ્રકરણમાં ઝડપાયેલી આઠ ડમી સ્કૂલો સામે કાર્યવાહી કરવા ડી.ઇ.ઓ.એ આદેશ કર્યા છે. પીપળીયા ગામેથી જુલાઈ મહિનામાં ગૌરી ઈંગલિશ મીડીયમના નામથી ચાલતી નકલી સ્કૂલ ઝડપાઈ હતી. ૨૪ દિવસ માદા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં એક ગ્રાન્ટેડ અને સાત ખાનગી સ્કૂલો નું જોડાણ હોવાનું ખુલ્યું હતું ત્યારે જે તે સમયના જિલ્લા શિક્ષણ અધિકારી દ્રારા આ પ્રકરણમાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ નકલી સ્કૂલ પ્રકરણમાં ૨૭૫ પાનાના પુરાવા મોકલ્યા બાદ હાલમાં નકલી શાળાઓમાં સામેલ તમામ આઠ ખાનગી શાળાઓ પર જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા તવાઇ ઉતારવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. શાળામાં પ્રવેશ મેળવેલા વિધાર્થીઓની હાજરી, વિધાર્થીઓએ કયારે પ્રવેશ લીધો હતો અને કયારે સ્કૂલ છોડી હતી, લિવિંગ સર્ટિફિકેટ કઈ તારીખથી અપાયું ,બાળકોના પ્રવેશ સમયે વાલીઓએ રજુ કરેલા પુરાવા ,શાળાઓના વાર્ષિક પેપર ઉપરાંતના ડેટાઓની ચકાસણી જિલ્લા શિક્ષણ તત્રં દ્રારા કરવામાં આવશે.
પોલીસ ફરિયાદમાં ડમી સ્કૂલમાંથી નક્ષત્ર સ્કૂલના છ લિવિંગ સર્ટિફિકેટ, કુવાડવા રોડ પર આવેલી અક્ષર સ્કૂલની માર્કશીટ આ ઉપરાંત શામમકૃષ્ણ આશ્રમ, રામદેવ વિધાલય ,એમ બી પટેલ વિધાલય ,પી. બી પટેલ સ્કૂલ, નવોદિત શાળાના નામ સામે આવ્યા હતા. આ નામ સામે આવ્યા બાદ પણ તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારીએ કોઈપણ કાર્યવાહી કરવાની તસ્દી ના લીધી હતી. ૨૮૫ પાનાનું મટીરીયલ ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું જેથી હવે શિક્ષણ વિભાગને આ શાળાઓ સામે તપાસ કરવાની લીલીઝનડી મળતા જિલ્લા શિક્ષણ અધિકારી વિભાગના એયુકેશન ઇન્સ્પેકટર અને આસિસ્ટન્ટ એયુકેશન ,ઇન્સ્પેકટર સહિતની ટીમ દ્રારા આ તમામ શાળાઓ પર ઘોસ બોલાવવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application