ચોપાટી પાસે સાત જેટલી ગરબીના આયોજનના કારણે ટ્રાફિક બંદોબસ્તમાં અવ્યવસ્થા સર્જાઈ

  • October 07, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરની ચોપાટી પાસે સાત જેટલી મોટી ગરબીના આયોજન કરવામાં આવ્યા છે અને સ્વાભાવિક રીતે જ રાસ ગરબે રમવા અને નિહાળવા માટે માત્ર પોરબંદરમાંથી જ નહીં પરંતુ દૂર દૂરના ગામોમાંથી અને ગ્રામ્ય પંથક માંથી પણ વિશાળ સંખ્યામાં લોકો પોરબંદર પોતાના વાહનોમાં આવી પહોંચે છે અને તેના કારણે ચોપાટીની આજુબાજુમાં મુખ્ય રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી હતી. શનિવારે રાત્રે રિલાયન્સ ફુવારા સર્કલ ની આજુબાજુમાં તેમજ જીમ થી બસ સ્ટેશન તરફના રસ્તે ખૂબ લાંબો સમય સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો અને પોલીસને તથા ટ્રાફિક બ્રિગેડના જવાનોને ટ્રાફિકનું નિયમન કરાવવામાં નાકે દમ આવી ગયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application