લોકસભાની ચૂંટણી કયારે થવાની છે તેની હજી કોઈ સત્તાવાર જાહેરાત ચૂંટણી પચં દ્રારા કરવામાં આવી નથી. ચૂંટણીની ભેંસ હજુ ભાગોળે છે અને ત્યાં અત્યારથી જ ભાજપના ઘરમાં ધમાધમ ચાલુ થઈ ગઈ છે. આજે સવારે રૈયા સર્કલ નજીક લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના કારણે મોટો મંડપ બાંધવામાં આવ્યો હતો અને ભાજપના આગેવાનો તથા કાર્યકરોના વાહનોના થપ્પા રસ્તા પર પાર્ક કરી દેવા હતા. રૈયા સર્કલ અને સમગ્ર ૧૫૦ ફટ રીંગ રોડ પર ચાર કલાક સુધી સતત ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
સવારે ૯:૩૦ વાગ્યાથી બપોરે ૧–૩૦ વાગ્યા સુધી ૧૫૦ ફટ રીંગ રોડ પર નીકળવાનું વાહનચાલકો માટે સજાપ બની ગયું હતું. હજારો વાહનો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. આ રોડ પર અનેક હોસ્પિટલો આવી હોવાથી એમ્બ્યુલન્સની અવર–જવર પણ વધુ હોય છે. પરંતુ એમ્બ્યુલન્સની સાયરન પણ ભાજપના આગેવાનોના કાને સંભળાય નહોતી અને ત્રણ જેટલી એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી.
જો ટ્રાફિકના નિયમોનો ભગં કરીશું તો ઘરે ૨૦૦૦ નો મેમો આવી જશે તેવી બીક વાહન ચાલકોને સતાવતી હોય છે. પરંતુ ટ્રાફિકજામના ચક્રવ્યુહમાંથી બહાર નીકળવા માટે મોટાભાગના વાહન ચાલકોએ બીઆરટીએસના ટમાં પોતાના વાહનો ઘુસાડી દીધા હતા. સવારે ૯:૩૦ વાગ્યાથી બપોરના ૧–૩૦ વાગ્યા સુધી ટ્રાફિકના મામલે આ સમગ્ર
ચૂંટણી સુધી આવું જ ચાલશે તો શું કરીશું? લોકોના સવાલ એક વાહનચાલકે જણાવ્યું હતું કે ચૂંટણીને હજી ઘણી વાર છે. ત્યારે જો આવું જ ચાલશે તો ત્રણ ચાર મહિના કેવી રીતે પસાર થશે? કોઈને કોઈ વ્યકિતને નાના–મોટા મહત્વના અથવા તો ઓછા મહત્વના કામો હોય તો જ ઘરની બહાર નીકળતો હોય છે. ત્યારે ટ્રાફિક જામમાં ફસાઈ જવાના કારણે લોકોની શું સ્થિતિ થતી હોય છે તેનો અનુભવ ભાજપના આગેવાનોને કરાવવાની જર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના બર્થરાઇટ સિટીઝનશિપમાં ફેરફાર કરવાના નિર્ણયથી ભારતીય મહિલાઓ સમય પહેલા બાળકોને જન્મ દેવા આતુર
January 23, 2025 05:40 PMબિઅંત સિંહની જેમ બોમ્બથી ઉડાવી દઈશ... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પંજાબના સીએમ ભગવંત માનને ધમકી આપી
January 23, 2025 05:40 PMભારતમાં અઘોરી સાધના માટે આ 5 મુખ્ય સ્થળો છે,જ્યાં અધોરી સાધુ સાધના કરી વિદ્યા પ્રાપ્ત કરે છે
January 23, 2025 05:23 PMશંકરાચાર્ય જનરલ હોસ્પીટલ વરવાળામાં ૧૦૦ દિવસની ટીબી નિર્મુલન ઝુંબેશનો પ્રારંભ
January 23, 2025 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech