અગ્નિકાંડ મુદે શાળા-કોલેજો સજ્જડ બંધ કાલાવડ રોડ પર પોલીસ સાથે માથાઝીક

  • June 25, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ દ્વારા અપાયેલા રાજકોટ બંધાયેલા ને શૈક્ષણિક જગતમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે .માતૃમંદિર સ્કૂલ,સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ,પારુલ હોમિયોપેથીક કોલેજમા સહિત 10 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ વિનંતીથી બંધ કરાવી હતી.સવારે 7 વાગ્યાથી કાર્યકરો બંધ માટે અપીલ કરવા નીકળ્યા અને ચાલુ દુકાનો બંધ કરાવી હતી.અમીન માર્ગથી -ટાગોર રોડ-ગોંડલ રોડ-ભક્તિનગર સર્કલ-ઢેબર રોડ-ગોંડલ રોડ-યાજ્ઞિક રોડ-એસ્ટ્રોન ચોક-અન્ડરબ્રિજ-સ્વામિનારાયણ મંદિર -50 થી વધુ યુવા કાર્યકરોએ સ્કૂટર રેલી કાઢીને 3 કલાકમાં અનેક ચા હોટલો-વેપાર ધંધાઓને શાંતિપૂર્વક રીતે બંધ કરાવ્યા હતા.

ગઈકાલથી જ 98%શૈક્ષણિક સંસ્થાઓએ સમર્થન જાહેર કર્યું હતું. બંધના ઇતિહાસ પહેલી વાર રાજકુમાર કોલેજ-એસએનકે સ્કૂલ સહિત અનેક નામી સ્કૂલોનુ બંધને સમર્થન કર્યું હતું,સમગ્ર સ્કૂલ-કોલજ સંચાલકોએ અને વિદ્યાર્થીઓએ બંધમાં જોડાઈને અગ્નિકાંડના પીડિતોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓ અગ્નિકાંડ મુદે પીડિતોનો ન્યાય અર્થે કોંગ્રેસે આજે બંધનુ એલાન આપ્યુ હતું ત્યારે રાજકોટની 98% શૈક્ષણિક સંસ્થાઓએ આગલા દિવસે જ સ્વેચ્છિક સમર્થન જાહેર કરીને આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યુ હતુ અને આજે અમુક સ્કૂલો-કોલેજોમા શૈક્ષણિક કાર્ય ચાલુ હતુ તે સંસ્થાઓને એનએસયુઆઇના આગેવાનો આજે સવારથી બંધ કરાવવા નીકળ્યા હતા અને 10 થી વધુ સ્કૂલો-કોલેજો બંધ હતી તેમા સંચાલકોને વિનંતી કરીને બંધ કરાવી હતી.જો કે 50 થી વધુ સ્કૂટરો સાથે આગેવાનો અને કાર્યકરો આજે અનેક રોડ પર વિનંતી સાથે દુકાનો-વેપાર ધંધાઓ બંધ કરાવીને પીડિતોને ન્યાય માટે સમર્થનની માંગ કરી હતી અને રોડ સપૂર્ણ બંધ કરાવ્યા હતા.

જો કે કાર્યકરોએ 10 કિમી જેટલા રાજકોટના મુખ્ય માર્ગોને શાંતિપૂર્વક બંધ કરાવ્યા બાદ સ્વામિનારાયણ મંદિર સામે પોલીસે કાર્યકરોને અટકાવતા 30 મીનીટ સુધી ટ્રાફિક સર્જાયો હતો અને કાર્યકારોએ પોલીસની ખોટી રીતે દમનગીરીનો વિરોધ કરતા થોડો સમય કાલાવડ રોડ કાર્યકરોએ બાનમા લેતા પોલીસના ધાડાધાડા ઉતયર્િ હતા અને 20 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયાત કરી હતી.
કોંગ્રેસના યુવા આગેવાન રાજદીપસિંહ જાડેજા,રોહિતસિંહ રાજપુત ,એનએસયુઆઇ ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી,યુવા કોંગ્રેસના પ્રમુખો અલ્પેશ સાધરિયા, હરપાલસિંહ જાડેજા, પ્રદેશ હોદેદારો ઈશ્વર ડામોર,અંકિત સોંદરવા,કરણ મોદી,મયુર ખોખર, પ્રમુખો બ્રિજરાજસિંહ રાણા,રિયાઝ સુમારા,આર્યન કનેરિયા સહિત યુવા કોંગ્રેસના કાર્યકરો યશ ભીંડોરા,જીત સોની,રોનક રવૈયા સહિત અનેક વિદ્યાર્થી કાર્યકતર્ઓિ આજે સફળ આયોજન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application