એકસપ્રેસ ટ્રેનોમાં માત્ર બેથી ત્રણ જનરલ કોચને કારણે સામાન્ય

  • December 05, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલવે દ્રારા વિધુતીકરણ અને છેક રાજકોટ સુધીના ડબલ ટ્રેક સહિતનું આધુનિકરણ અપનાવી ઉતાંઓની સગવડો વધારી યાત્રા આરામદાયી બનાવવા જુદા જુદા પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ ટ્રેનોમાં સામાન્ય વર્ગના ઉતાઓને ઉપયોગી પગલા લેવાતા નથી, લાંબા અંતરની ટ્રેનોમાં માત્ર બે થી ત્રણ જનરલ કોચને કારણે ઓવર ક્રાઉડ રહેવા ઉપરાંત અનેક ઉતાઓએ જગ્યા નહીં મળવાથી ધક્કા થતા હોવાની રોજિંદી સમસ્યા ઊભી થઈ છે.
ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારત અને મુંબઈ તરફ જતી લાંબા અંતરની ટ્રેનોમાં ઉતાઓની સંખ્યા કાયમી રીતે વધુ રહેતી હોય તેમાં જનરલ કોચ અને સેકન્ડ સ્લીપર કોચની સંખ્યા તેમજ સાાહિક ફ્રિકવન્સી વધારવાની માંગ ઉઠી છે.
આ અંગે ઉતા વર્તુળોના જણાવ્યા મુજબ, રાજકોટ, ખંભાળિયા, ઓખા, પોરબંદર, જામનગર, મોરબી, વાંકાનેર, થાન, સાપર, વેરાવળ, મેટોડા સહિતના રાજકોટ આસપાસના વિસ્તારોના વિવિધ ઔધોગિક એકમોમાં મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિતના રાયોના શ્રમિકો ખૂબ મોટી સંખ્યામાં આજીવિકા – રોજગારી અર્થે વસવાટ કરી રહ્યા છે. આ શ્રમિકોમાંથી પ્રસંગોપાત, તહેવારો કે સુખ–દુ:ખમાં પોતાના વતન જનારા શ્રમિકોની સંખ્યા પણ ખૂબ મોટી હોય છે અને તે બધા લોકો માટે રેલવે એકમાત્ર પોતાના વતન સુધી પહોંચવાનું માધ્યમ છે. તેમાં ઓખા ગૌહાટી એકસપ્રેસ સાાહિક ટ્રેન, ઓખા ગોરખપુર સાાહિક ટ્રેન, ઓખા વારાણસી સાાહિક ટ્રેન પોરબંદર મુઝફરપુર અઠવાડિયામાં બે વખત, હાપા નાહરલગુની ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના શ્રમિકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમજ મુંબઈની ડેઇલી ટ્રેનોમાં પણ શહેરી વિસ્તારના લોકોનો ખૂબ જ ધસારો રહેતો હોય છે, તેમાં વેઇટિંગ લિસ્ટમાં જનારા સંખ્યાબધં ઉતાંઓએ નાછૂટકે સૌરાષ્ટ્ર્ર જનતા કે સૌરાષ્ટ્ર્ર મેલમાં જનરલ કોચનો સહારો લેવો પડે છે, તેના કારણે ખૂબ જ ઓવર ક્રાઉડ થઈ જતું હોય અનેક પેસેન્જરને રેલ્વે સ્ટેશનનો ધક્કો થાય છે.
ઓખા ગૌહાટી એકસપ્રેસ સાાહિક ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા વધારવા તેમજ સાહમાં બે વખત દોડે છે, તે ત્રણ વખત દોડાવવી જોઇએ, યારે ઓખા ગોરખપુર સાાહિક ટ્રેનમાં સેકન્ડ કલાસ કોચની સંખ્યા વધારવી જોઈએ, ઓખા વારાણસી સાાહિક ટ્રેન સાહમાં બે વખત દોડાવવી જોઈએ અને પોરબંદર મુઝફરપુર અઠવાડિયામાં બે વાર દોડે છે, તેની ફ્રિકવન્સી વધારીને ત્રણથી ચાર વખત દોડાવવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
આ ટ્રેનો બારે માસ હાઉસફુલ જતી હોય છે અને અસાધારણ રીતે ભીડભાડ ધરાવતી હોય છે, વેઇટિંગ લિસ્ટ પણ લાંબુ હોય છે અને સામાન્ય શ્રમિક કે અજ્ઞાન ટિકિટધારકો સામાન્ય કોચમાં પગ મુકવાની પણ જગ્યા ન મળવાને કારણે રિઝર્વેશન કોચમાં ચડી જતા હોય છે અને ટ્રેન સ્ટાફ સાથે માથાકૂટ થતી હોય છે, આવા સંજોગોમાં રિઝર્વેશન ધરાવતા મુસાફરોને તેમના કોચમાં પ્રવેશવું દૂષ્કર હોય છે. આથી ટ્રેનોમાં જનરલ કોચ વધારવા અને સાાહિક ફ્રિકવન્સી વધારવામાં આવે તો શ્રમિક ઉતાઓને મહત્વની સુવિધા મળી શકે તેમ છે.

અમદાવાદની ૬ ટ્રેનો રાજકોટથી દોડાવવા બાબતે તંત્રનું ભેદી મૌન
રેલ રાય મંત્રી દર્શનાબેન જરદોશે અમદાવાદથી ઉપડતી છ ટ્રેન રાજકોટથી શ કરવાની સોશિયલ મીડિયામાં દરેક ૧૨ ૯ ૨૩ના રોજ ઘોષણા કરી હતી. ત્યારબાદ સાંસદો દ્રારા પણ આ બાબતે સમાચાર માધ્યમોમાં ટ્રેનોના નંબર અને ડેસ્ટિનેશન સાથે યાદીઓ આપવામાં આવી હતી. અને છેલ્લે સાંસદ રામભાઈ મોકરીયાએ રાજકોટ જંકશન ખાતે જન ઔષધી સ્ટોરના ઉધ્ઘાટન વેળાએ પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ છએ ટ્રેનોમાં પ્રયાગરાજ જતી સુપરફાસ્ટ ટ્રેન ન.ં ૨૨૯૬૭૬૮, અમદાવાદથી કોલકાતા મેલ ટ્રેન નંબર ૧૯૪૧૩૧૪, પટણા એકસપ્રેસ ટ્રેન નંબર ૧૯૪૨૧૨૨, કોલ્હાપુર એકસપ્રેસ ટ્રેન નંબર ૧૧૦૪૯૫૦, અમદાવાદથી નીઝામુદીન જતી અક્ષરધામ એકસપ્રેસ ટ્રેઈન નંબર ૧૨૯૧૭૧૮, અમદાવાદથી નાગપુર જતી પ્રેરણા એકસપ્રેસ ટ્રેન નંબર ૨૨૧૩૭૩૮નો સમાવેશ થાય છે. આ ટ્રેનો ચાલુ થવાની રાજકારણીઓ દ્રારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે રેલવે સત્તાવાળાઓને પૂછવામાં આવતા એમને કોઈ આદેશ મળ્યો નહીં હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ટ્રેનો માટે રાજકોટ રેલવે સ્ટેશનમાં જગ્યા ન હોય તો વેરાવળ જામનગર કે પોરબંદરથી પણ દોડાવી શકાય તેમ છે.

બે મહત્વપૂર્ણ લોકલ ટ્રેન ફરી ચાલુ થાય તે જરૂરી
કોરોના લોકડાઉન દરમિયાન બધં થઇ હતી. માત્ર કેટલીક લાંબા અંતરની સ્પેશિયલ ટ્રેનો દોડતી હતી, બાદમાં ટ્રેનોનું લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ તબક્કાવાર જુદી જુદી ટ્રેનો ચાલુ થવા લાગી હતી, પરંતુ અગાઉ રાજકોટથી વહેલી સવારે ૫–૧૦ વાગ્યે ઉપડતી નંબર ૫૯૫૦૭ રાજકોટ– સોમનાથ અને સવારે ૧૧–૧૦ વાગ્યે ઉપડતી ૫૯૪૫૯ રાજકોટ– વેરાવળ એમ બે પેસેન્જર ટ્રેન હજી સુધી ચાલુ થઈ નથી, આ ટ્રેનો રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાને આવરી લેતી હોય, આ બંને ટ્રેનો વહેલી તકે ચાલુ થાય તો ત્રણ જિલ્લાના લોકોને મહત્વપૂર્ણ સુવિધા મળી જાય.

ભુજ–રાજકોટ ટ્રેનના ભણકારા સંભળાય પણ ચાલુ થતી નથી
અગાઉ અમદાવાદ ડિવિઝન દ્રારા ભુજ પાલનપુર વચ્ચે શ થયેલી રોજિંદી ટ્રેન છેલ્લા કેટલાક સમયથી બધં છે, તેમાં આ ટ્રેન ભુજ– રાજકોટ– ભુજની દૈનિક ટ્રેન પણ મંજુર થઇ હોવાની રેલવે વર્તુળોમાં અંદરખાને ચર્ચા છે. આ રાજકોટ ભુજ ટ્રેનના ટાઈમિંગ પણ આવી ગયા હોવાનું કહેવાય છે પરંતુ આ ટ્રેન ચાલુ થતી નથી. અગાઉ રાજકોટ ભુજ વચ્ચે સવારની ટ્રેન હતી, તે અવળા અવળા સમય હોવાથી તેમાં ટ્રાફિક ન હતો. આથી આ ટ્રેન સવારે ભુજથી સાંજે રાજકોટથી દોડાવવાનું નક્કી થયું હોવાનું જાણવા મળે છે, પરંતુ અમલવારી નથી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News