જામનગરમાં બેવડી ઋતુ: લઘુતમ ૧૧.૮, મહત્તમ ૨૭ ડીગ્રી તાપમાન

  • February 05, 2025 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં છેલ્લા ૪-૫ દિવસથી લોકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહયા છે, આજે હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલા તાપમાનથી વધુ એક વખત સામે આવ્યું છે કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં મોટો તફાવત હોવાથી બેવડી ઋતુના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહયા છે અને સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે.

બાજરા સંશોધન કેન્દ્ર તરફથી આજે આપવામાં આવેલા આંકડાઓ મુજબ લઘુતમ તાપમાન ૧૧.૮ ડીગ્રી નોંધાયુ છે જેની સામે મહત્તમ તાપમાન ૨૭ ડીગ્રી ભેજનું પ્રમાણ ૮૭ ટકા અને પવનની ગતી પ્રતી કલાક ૫.૭ નોંધવામાં આવી છે.

આ આંકડા દર્શાવે છે કે મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે ડબલથી વધુનો તફાવત છે, પરિણામે સ્થીતી એવી સર્જાઇ છે કે વહેલી સવારથી સવારના ૧૦ કલાક સુધી તડકો બરાબર ચડે નહીં ત્યાં સુધી લોકોને ગરમ કપડા પહેરવા પડે છે આ પછી બપોરના સમયે ગરમી જેવું વાતાવરણ રહેતુ હોવાથી ગરમ કપડા ઉતારવા પડે છે અને સુર્યાસ્ત બાદ ફરીથી ઠંડીનો ચમકારો શ‚ થઇ જાય છે, રાત્રે પણ ઠંડીનો સારો એવો અહેસાસ થાય છે.

એક જ દિવસમાં તાપમાનના કારણે ઠંડી-ગરમીમાં ઉતર ચઢાવ રહેતો હોવાથી આ બેવડી ઋતુના કારણે લોકોને સ્વાસ્થ્યને લઇને વધુ તકેદારી રાખવાની જરૂર પડી રહી છે, સરકારી હોસ્પીટલમાં પણ બેવડી ઋતુના કારણે શરદી, તાવ, વાયરલ ફીવર સહિતની બિમારીઓમાં વધારો થઇ રહયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application