નશામાં ધૂત વરરાજાએ લગ્ન મંડપમાં ખેલ કર્યો, કન્યાની માતાએ જાન પાછી કાઢી

  • January 13, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેંગલુરુમાં દારૂના નશાના ધુત વરરાજાએ લગ્ન મંડપમાં ખેલ શરુ કર્યા હતા અને તે તેમજ તેના મિત્રોએ સાથે મળી મંડપ માથે લીધો અને આરતીની થાળીને ફેકી દેવાની ચેષ્ટા કરતા ક્ધયાની માતા અને પરિવારજનો અકળાયા હતા અંતે ક્ધયાની માતાએ નિર્ણય લઈ લીધો અને જાનને લીલા તોરણે પછી કાઢી હતી. ક્ધયાની માતાએ તેની પુત્રીના લગ્ન એક એવા વ્યક્તિ સાથે રદ કયર્િ જે નશામાં ધૂત થઈને સ્થળ પર પહોંચ્યો અને ધાર્મિક વિધિઓ દરમિયાન હોબાળો મચાવ્યો. સોશિયલ મીડિયા પર હિંમતભર્યા  પગલા તરીકે પ્રશંસા કરવામાં આવી રહી છે.
ક્ધયાની માતાએ કહ્યું કે હું મારી દીકરીને એવી વ્યક્તિના હાથમાં સોપી ન શકું કે જેના અત્યારે આવા તેવર છે, તો આગળ જતા તો શું નહી કરે.એવું માનવામાં આવે છે કે વરરાજા અને તેના મિત્રો લગ્નમાં નશામાં હતા અને વારેવારે ખેલ કરતા હતા. થોડીવાર તો ક્ધયાની માતાએ આ દ્રશ્ય જોયું પછીથી તેનાથી રહેવાયું નહી અને સમાજ શું કહેશે તેની ચિંતા કર્યા વગર જ જાનમાં આવેલા વડીલોને હાથ જોડીને વિનંતી કરી લીધી કે આ લગ્ન હવે નહી થાય, તમે જાનને પરત લઈ જાઓ. આવા મુરતિયા સાથે લગ્ન કરીને મારી દીકરીનું કોઈ ભવિષ્ય નહી બને.સોશિયલ મીડિયા પર વહેતા થયેલા આ વિડીઓ એ ભારે પ્રશંસા મેડવી છે અને કન્યાની માતાના પગલાની સરાહના થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application