રાજકોટમાં બેફામપણે દોડતા વાહનો છાસવારે અકસ્માત સર્જી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.ત્યારે આવી વધુ એક ઘટના ગઇકાલે રાત્રીના ટ્રાફિકથી ધમધમતા એવી કે.કે.વી.હોલ ચોક પાસે બની હતી.ચિક્કાર નશાની હાલતમાં કાર લઇ નિકળેલા રેસ્ટોરન્ટ સંચાલકે એક બાદ એક ત્રણ વાહનને હડફેટે લીધા હતાં તથા એક મહિલાને પણ ઠોકરે લેતા તેમને ઇજા પહોંચી હતી.રાત્રીના કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માતની હારમાળા સર્જી દેતા ભયનું માહોલ સર્જાય ગયો હતો. સ્થાનિક લોકોએ અને ફરજ પર રહેલા ટ્રાફિક વોર્ડન સહિતના સ્ટાફે પીછો કરી કારચાલકને ઝડપી લીધો હતો.આ મામલે પોલીસે કારચાલક સામે ડિં્રકસ એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી તેની મહિન્દ્રા એકસયુવી કાર કબજે કરી હતી.રાત્રીના કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માતની હારમાળા સર્જી દેતા ભયનું માહોલ સર્જાય ગયો હતો.
અકસ્માતની આ ઘટના અંગે જાણવ મતળી વિગતો મુજબ, શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા કાલાવડ રોડ ઉપર કેકેવી ચોક નજીક રાત્રીના એકસયુવી કારના ચાલકે એક બાદ એક ત્રણેક વાહનોને હડફેટે લેતા નાસભાગ મચી ગઈ હતી.આ ઘટનામાં સગુણાબેન શાપરિયા નામના મહિલાને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી.અકસ્માત બાદ કારના ચાલકને સ્થાનિક લોકોએ અને ત્યાં હાજર ટ્રાફિક બ્રિગેડે રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર બીઆરટીએસ ટ પર હંકારી મૂકી હતી.આ સમયે પણ એક રીક્ષા આડી ઉતરતા તેને પણ ટક્કર મારી ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.જાણ થતાં માલવિયાનગર પોલીસના સ્ટાફે કાર ચાલકને થોડે દૂરથી પકડી લઇ પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રાજ અનિલભાઈ ગામી (ઉ.વ.૨૮, રહે. સદગુ પેલેસ એપાર્ટમેન્ટ, કેકેવી ચોક પાસે, ૧૫૦ ફટ રિંગ રોડ) હોવાનું જણાવ્યું હતું.કારચાલકને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તે ચિક્કાર દા પીધેલો હોવાનું જણવા મળતા તેની સામે ડિ્રન્ક એન્ડ ડ્રાઇવ તેમજ અકસ્માતનો ગુનો નોંધાયો હતો.તેમજ આ મામલે હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વિકમાં અને સ્ટાફ તપાસ ચલાવી રહ્યો છે.
કારચાલક રાજ કોટેચા ચોકમાં ગજાનદં પૌઆ નામે રેસ્ટોરન્ટ ચલાવે છે.નશો કરીને રાજ ગામી કયાં જતો હતો, દા કયાંથી આવ્યો હતો? તે સહિતના મુદ્દે પોલીસે તપાસ કરશે જોકે તેને પોલીસ સ્ટેશને લઇ જવાયો ત્યારે તે એકપણ પ્રશ્નનો જવાબ આપી શકે તેવી સ્થિતિમાં નહોતો, અકસ્માતમાં ઘવાયેલા મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે તેમના દ્રારા હજુ કોઇ ફરિયાદ નોંધાવામાં આવી નથી.
વિમલનગર પાસે એકસયુવીના ચાલકે અકસ્માત સર્જી કારમાં ૪.૫૦ લાખનું નુકસાન કયુ
અકસ્માતની અન્ય એક ઘટનામાં ક્રિસ્ટલ મોલ પાસે બસેરા પાર્ક બ્લોક નંબર ૨૪ માં રહેતા અને ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરનાર કોલેજીયન યુવાન મીત પુનિતભાઈ ઠાકર (ઉ.વ ૨૫) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૯ રાત્રિના ૧૧:૩૦ વાગ્યે તે તેમના સંબંધથીની ફોર્ડ ઇન્ડેવર કાર લઈ ભગતસિંહ ગાર્ડન પાસેથી ચલાવીને વિમલનગર ચોક તરફ જતા ડાબી બાજુએથી પૂરપાટ ઝડપે ધસી આવેલી આવેલી મહિન્દ્રા એકસયુવી કાર ન.ં જીજે ૩ એમઆર ૮૫૫૯ ના ચાલકે તેની કાર સાથે અકસ્માત સર્જી તેમાં અંદાજિત પિયા સાડા ચાર લાખનું નુકસાન કયુ હતું. આ અંગે જે તે સમયે કારના માલિક દ્રારા નુકસાનીનો ખર્ચ આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ આ ખર્ચ ન ચૂકવતા અંતે યુવાને અકસ્માત સર્જનાર કાર ચાલક વિદ્ધ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech