બિહારના સમસ્તીપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પીટલમાં ડૉકટરે પોતાના બે સાથીદારો સાથે દારૂ પી નર્સની છેડતી કરી, બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની ઈજ્જત બચાવવા માટે નર્સે હિંમત બતાવી અને સર્જિકલ બ્લેડથી ડૉક્ટરના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો હતો.
હોસ્પિટલમાં નર્સ પર બળાત્કારનો પ્રયાસ
આ ઘટના બિહારના સમસ્તીપુરની છે. જ્યાં આરબીએસ હેલ્થ કેરમાં આ બની હતી. આરોપ છે કે હોસ્પિટલના ડાયરેક્ટર ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. સંજુએ પહેલા પોતાના બે સાથીદારો સાથે દારૂ પીધો હતો અને પછી તેણે નર્સની છેડતી કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે નર્સે વિરોધ કર્યો તો ડૉક્ટરે તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની ઈજ્જત બચાવવા માટે નર્સે હિંમત બતાવી અને સર્જિકલ બ્લેડથી ડૉક્ટરના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો હતો. આ પછી નર્સ ત્યાંથી ભાગી ગઈ અને ડૉક્ટરના બે સાથી તેને પકડવા તેની પાછળ દોડ્યા. નર્સે તેના ફોનથી ડાયલ 112 પર ફોન કરીને આ અંગે માહિતી આપી હતી.
પોલીસે ડૉક્ટર સહિત ત્રણ આરોપીઓની કરી ધરપકડ
DSP એ જણાવ્યું કે, મોડી રાત્રે પીડિતા દ્વારા 112 પર કોલ કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે પીડિતાને એક ખેતરમાંથી બહાર લઇ આવ્યાં હતા. SP ની સૂચનાથી એક ટીમે ઘટના સ્થળે દરોડો પાડી ડૉક્ટરની ધરપકડ કરી અને તેના અન્ય બે સહયોગીઓને પણ પકડાયા હતા. પોલીસને સ્થળ પરથી દારૂ પણ મળી આવ્યો હતો, જેના માટે અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે. સ્થળ પરથી બેડ સીટ અને ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. ઘટના બને તે પહેલા સીસીટીવી કેમેરા બંધ હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી અને ડૉક્ટરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને કેસની તપાસમાં વ્યસ્ત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર 'વસતં પરેશ બંધુ'નું દુ:ખદ નિધન
December 19, 2024 11:37 AM૨૧ ડિસેમ્બર વર્ષની લાંબામાં લાંબી રાત્રી અને ટુંકામાં ટુંકો દિવસ
December 19, 2024 11:35 AMપીએમજેએવાયના નકલી કાર્ડનું કૌભાંડ બહાર આવતા એસઓપીની જાહેરાત અટકી
December 19, 2024 11:35 AMપીએચડીમાં પોર્ટલ મારફત પ્રવેશ અને આકરા નિયમના કારણે ધબડકો
December 19, 2024 11:33 AMજામનગરમાં અન્નપૂર્ણા માતાજીના મંદિરે મહોત્સવ
December 19, 2024 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech