રાજકોટ નજીક સોખડા ગામે રહેતા અને કારખાનુ ધરાવતા રમેશ ભીમજીભાઈ ડાભી ઉ.વ.૪૨એ ત્રણ માસ પહેલા વિડીયો બનાવી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટનામાં હવે કુવાડવા રોડ પોલીસ મથકે સોખડા ગામના વિજય વશરામ રાઠોડ, સંજય રમેશ રાઠોડ, મહેશ કેશુ ગોરીયા, રમેશ વશરામ રાઠોડ અને પ્રતિપાલસિંહ ગિરીરાજસિંહ જાડેજા તથા છત્રપાલસિંહ જાડેજા સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ફરિયાદની વિગતો મુજબ ઈમીટેશન જવેલરીનું કામકાજ કારખાનું ધરાવતા ધંધાના વ્યાપ માટે રમેશ બેંકમાંથી લોન લીધી હતી. જેમાં કૈલાશ વેકસ નામે બેંકમાંથી ૯૯ લાખ અન્ય બેંકમાંથી ૧.૭૦ કરોડની લોન મુકી હતી. કારખાના પ્રોજેકટ બાંધકામ માટે નાણા વધુ જોઈતા હોવાથી વિજય રાઠોડ પાસેથી બે ટકાના વ્યાજે ૨૦૧૯ની સાલમાં વિજય અને તેના ભત્રીજો સંજય રાઠોડ પાસેથી એક કરોડ રૂપિયા લીધા હતા. જેનું ઉછીનાનું સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવ્યું હતું.
ત્યાર બાદ તા.૨૦૧૨૧૯ના રોજ વિજય ગારીયા અને મહેશ કેશુ ગારીયા પાસેથી ૪૦ લાખ બે ટકા વ્યાજે અપાવ્યા હતા. વ્યાજે લીધેલા નાણામાંથી કારખાનાનું બાંધકામ પુરૂ કયુ મશીનરી ખરીદ કરી હતી. એ વખતે કોરોના આવી જતાં ધંધામાં મંદી આવી ગઈ હતી અને રમેશ ડાભી નાણા ભીડમાં આવી ગયો હતો. બેંકના હા પણ ભરપાઈ થઈ શકયા ન હતા.
વ્યાજ ન ભરપાઈ થતા આરોપીએ કહેલ કે, વ્યાજ જોતુ નથી મુદલ કરી આપ. વિજય અને સંજય ઘરે આવ્યા હતા અને કારખાનુ વેચીને અમારા રૂપિયા આપી દે તેમ કહેતા ત્રણ માસની મુદત માંગી હતી. કારખાનું વેચવા મુકયું હતું. કારખાનું વેચાતું નહોતુ જેથી બન્ને ગમે તે કર રૂપિયા આપી દે તેવી ધમકી આપતા હતા અને સસ્તામાં કારખાનું પડાવી લેવા માગતા હતા જેથી રમેશે પરિચીત એવા છત્રપાલસિંહ જાડેજાને ૨૦૨૩માં પૈસાની જરૂર હોય તેવી વાત કરી હતી અને વ્યાજે અપાવવા કહ્યું હતું. છત્રપાલસિંહે યાજ્ઞીક રોડ પર ઓફીસ ધરાવતા અને ઉદયનગરમાં રહેતા પ્રતિપાલસિંહ જાડેજાને એકાદ કરોડ રૂપિયા વ્યાજે આપવા કહ્યું હતું. ત્રણ ટકા લેખે ૬૦ લાખ રૂપિયા પ્રતિપાલસિંહે આપ્યા હતા.
આ નાણાના બદલામાં ચેક લખાવ્યા હતા. પ્રોપર્ટીનું સાટાખત કરાવ્યું હતું. છએ વ્યકિતઓ મળી નાણા પરત મેળવવા માટે અવારનવાર ધાકધમકી આપતા હોવાથી કારખાનેદાર રમેશે ગત તા.૨૩૭ના રોજ ઘરે શાકભાજીમાં છાંટવાની દવા પી લીધી હતી અને સારવારમાં જે તે સમયે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને પોતે વિડીયો વાયરલ કર્યેા હતો. ત્રણ માસના સમયગાળા દરમ્યાન હવે કુવાડવા પોલીસ મથકે છએય વિરૂધ્ધ ગઈકાલે ગુનો નોંધાતા પોલીસ દ્રારા દસ્તાવેજી આધાર પુરાવાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech