દિલ્હીમાં મોસમ બદલાઇ,જોરદાર પવન સાથે ઝરમર વરસાદ

  • February 27, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં પવન ફંકાવાની સાથે ઝરમર વરસાદ શ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીના આસપાસનાં વિસ્તારોમાં અને પશ્ચિમ વિહાર અને લોની દેહાત, બહાદુરગઢ અને તેની આસપાસના કેટલાક સ્થળોએ વરસાદ પડશે. થોડા દિવસોથી તેજસ્વી સૂર્યપ્રકાશએ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોને પરેશાન કરવાનું શ કયુ હતું. પરંતુ છેલ્લા બે દિવસમાં દિલ્હીના હવામાનમાં ફેરફાર થયો છે અને હળવી ઠંડી પાછી આવી છે. ઠંડીની સાથે સાથે દિલ્હીના અનેક વિસ્તારોમાં તોફાન સાથે ભારે વરસાદ પણ થવાનો છે. અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પણ શ થયો હતો. નોઈડામાં જોરદાર ઠંડા પવનો સાથે ઝરમર વરસાદ શ થતા ઠંડક પ્રસરી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના અલીપુર, બુરારી, રોહિણી, બદિલી, મોડલ ટાઉન, કરાવલ નગર, આઝાદપુર, પીતમપુરા, મુંડાકા અને પશ્ચિમ વિહાર અને લોની દેહાત, બહાદુરગઢ અને તેની આસપાસના કેટલાક સ્થળોએ વરસાદ પડવાણી સંભાવના છે એનસીઆર વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ પડશે. આ સિવાય ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છપરાઉલા અને આસપાસના વિસ્તારોમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ પડવાની સંભાવના છે. મંગળવારની સવાર સારી ઠંડી સાથે શ થઈ હતી. સવારથી જ અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફંકાઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application