પોરબંદર જિલ્લામાં આડેધડ વાહનો ચલાવીને અકસ્માત સર્જી્ લોકોને મોતને ઘાટ ઉતારી દેનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થઈ છે જેમાં આરટીઓ વિભાગ દ્વારા ૧૩૪ જેટલા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ચાલુ વર્ષે માત્ર બે મહિનાની અંદર જ નવ જેટલા લોકો વાહનો અકસ્માતે મૃત્યુ પામ્યા છે.
પોરબંદર જિલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માતોને અટકાવવા માટે અકસ્માત સર્જનાર બેદરકાર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છેપોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વિ . તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા ના માર્ગદર્શન મુજબ પોરબંદર શહેરના વિવિધ માર્ગો ઉપર વધતા જતા વાહન અકસ્માતોને અટકાવવા અને માનવ જીંદગી બચાવવા બેદરકાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી તેમના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં વર્ષ ૨૦૨૩ માં કુલ-૩૬ તથા વર્ષ-૨૦૨૪ ના વર્ષમાં કુલ-૫૭ તેમજ વર્ષ-૨૦૨૫ માહે-૨૮-ફેબ્રુઆરી માસ સુધીમા કુલ-૦૯ ફેટલ વાહન અકસ્માતના બનાવો બનવા પામેલ છે પોરબંદર જીલ્લામાં વધુ પડતા વાહન અકસ્માતોમાં ૨૦ થી ૪૦ વયના યુવાનો વાહન અકસ્મતમાં પોતાનો જીવ ગુમાવે છે ત્યારે આવા બેદરકાર વાહનચાલકો માર્ગ ઉપર બેફામ રીતે પોતાનું વાહન ન ચલાવે તે માટે પોરબંદર જીલ્લા પોલીસ દ્રારા સઘન પેટ્રોલીંગ રાખી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવે છે અને ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો સામે બ્રિથ એનાલાઇઝર્સ મશીનથી ચેક કરી આવા વાહન ચાલકો વિરૂધ્ધમાં ૧૮૫ મુજબ ગુન્હા દાખલ કરવામાં આવે છે અને પોલીસ તપાસ દરમ્યાન આવા બેદરકારીથી વાહનચલાવનાર વાહન ચાલકોનું ડ્રાયવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ જેમાં પોરબંદર કચેરી દ્વારા સને-૨૦૨૩માં કુલ-૭૬ તથા સને-૨૦૨૪-માં કુલ-૫૮ વાહનચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
તેમજ કેમેરા તથા સ્પીડનગના ના માધ્યમથી દરરોજ માર્ગ ઉપર વધુ ગતિથી તથા રોગ સાઇડમાં ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને માર્ગ ઉપર અનઅધિકૃત રીતે પાર્ક કરેલ વાહનોને હટાવી તેમજ વાહન અકસ્માત અટકાવવાના ઉપાયોમાં જે વાહનોમાં પાછળ રીફલેક્ટીવ પટ્ટા ન લગાવેલ હોય તેવા વાહનોમાં રીફલેક્ટીવ પટ્ટા લગાવવાની કામગીરી કરવામાં આવે છે તેમજ રોડ વચ્ચે બેઠેલ રખડતા પશુ ના ગળામાં રીફલેક્ટીવ પટ્ટા બાંધવાની પણ કામગીરી હાથ ધરવામાં આવે છે આમ છતા માર્ગ ઉપર બેદરકારી રીતે વાહનચલાવતા અને અકસ્માતો કરતા બેદરકાર વાહનચાલકોના ડ્રાયવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવે છે વધુમાં આવા અકસ્માતના બનાવો ન બને અને કોઇ માનવની જિંદગી બચે તેવા હેતુથી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા જીલ્લાના તમામ અધિકારીઓને સુચના કરી વધુ ગતિથી તથા રોંગ સાઇડમાં ચલાવતા વાહનચાલકોને વધુમાંવધુ શોધી તેમના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech