રાજકોટ આરટીઓ દ્રારા ગઈકાલે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજી વાહનમાં મોડીફાઇ કરી ફિટ કરવામાં આવેલી વ્હાઇટ એલઇડી લાઈટ સાથે નીકળેલા વધુ ૨૨ વાહન ચાલકોને દડં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓવર સ્પીડ, પીયુસી અને પરમીટભંગ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવતા હોવાના કેસ કરવામાં આવ્યા હતા અને કુલ દોઢ લાખનો દડં ફટકાર્યેા હતો.
આરટીઓ અધિકારી કે.એમ.ખપેડીની સૂચનાથી ઇન્સ્પેકટરની ટીમ દવારા ગઈકાલે હાઇવે પર સ્પેશિયલ ડ્રાઈવ યોજી વધુ પ્રકાશ ફેંકતી અને અકસ્માત નોતરતી વાહનમાં ફિટ કરવામાં આવેલી વ્હાઇટ એલઇડી લાઈટ સાથે નીકળેલા ૨૨ જેટલા ચાલકોને રોકી દડં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓવર સ્પીડના–૧૪, પીયુસીના–૭,પરમિટ ભંગના–૪, ડ્રાઇવિંગ લાઇસન્સવગર નીકળેલા– ૪ વાહન ચાલક સામે કાર્યવાહી કરી કુલ .૧,૪૮,૫૦૦નો દડં વસુલવામાં આવ્યો હતો. ગણતરીના દિવસો પૂર્વે પણ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્રારા વ્હાઇટ લાઈટ ફિટ કરીને નીકળેલા ૮૯ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આવતા દિવસોમાં લાઈટની વેચાણ કરતા દુકાનદારો સામે પોલીસ કાર્યવાહી કરે એ જરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech