અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત
ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કજૂરડાથી દેવળીયા ગામ તરફ જતા માર્ગે એક રીક્ષા છકડો લઈને જઈ રહેલા મહેશભાઈ કિશોરભાઈ મકવાણા નામના 30 વર્ષના યુવાને પોતાનો રીક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા તેણે રીક્ષા પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે રીક્ષા છકડો પલટી ખાઈ ગયો હતો.
આ અકસ્માતમાં મહેશભાઈ મકવાણાને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય રીક્ષા સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે સંજયભાઈ જયંતીભાઈ મકવાણા (ઉ.વ. 44, રહે. સિક્કા પાટિયા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મૃતક છકડા રીક્ષા ચાલક મહેશભાઈ કિશોરભાઈ મકવાણા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઈ. વી.બી. પીઠીયાએ હાથ ધરી છે.
સગાઈ થતી ન હોવાથી નાના આસોટાના યુવાને જિંદગી ટૂંકાવી
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા ભાવિનભાઈ રામાભાઈ રામાવત નામના 25 વર્ષના યુવાને ગત તા. 12 ના રોજ મગફળીના પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક ભાવિનભાઈની સગાઈ થતી ન હોવાથી તેણે આ પગલું ભર્યું હોવા અંગેની જાણ હેમતભાઈ જાનકીદાસ રામાવત (ઉ.વ. 42, રહે. નાના આસોટા) એ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
પતિ સાથે થયેલા ઝઘડા બાદ પત્નીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો
ભાણવડ તાલુકાના જંબુસર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જાબર તાલુકાના વતની પ્રભુભાઈ નાનસિંગભાઈ ચૌહાણ નામના 31 વર્ષના શ્રમિક યુવાને હોળીના તહેવારમાં દારૂ પીવા માટે રાખેલા 500 રૂપિયા ખોવાઈ જવા બાબતે તેના પત્ની શીલાબેન ઉર્ફે ભુરીબેન પ્રભુભાઈ ચૌહાણ (ઉ.વ. 30) સાથે બોલાચાલી થઈ હતી. આ બનાવ બાદ ગત તારીખ 24 માર્ચના રોજ શીલાબેન ઉર્ફે પુરીબેન ચૌહાણએ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતક મહિલાના પતિ પ્રભુભાઈ ચૌહાણએ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે ભાણવડ પોલીસે જરૂરી નોંધ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉપલેટામાં મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબી ત્રાટકી : ૯ શખસો ઝડપાયા
March 11, 2025 10:35 AMલાલપુરમાં ભલારાદાદા રોડ પર બોરવેલનો ટ્રક પલટી ખાઈ જતાં ભારે ટ્રાફિક જામ
March 11, 2025 10:34 AMફેબ્રુઆરીમાં વેજ-નોનવેજ થાળીના ભાવમાં 5 ટકાનો ઘટાડો: રિપોર્ટ
March 11, 2025 10:29 AMદ્વારકા જિલ્લામાં બે યુવાનોના હૃદયરોગના હુમલાથી મોત
March 11, 2025 10:25 AM2027 સુધીમાં એઆઈ ક્ષેત્રમાં 10 લાખથી વધુ કુશળ વ્યાવસાયિકોની અછત સર્જાશે
March 11, 2025 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech