મોટરસાયકલના ચાલકે એકટીવાને ઠોકર મારી : એક યુવકને ઇજા
જામનગરના શ સેકશન રોડ પર આશરે 12 દિવસ પહેલા મોટરસાયકલ અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજા પામેલા એક યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે આ અંગે મોટરસાયકલ ચાલક સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
જામનગરના મયુરનગર વામ્બે આવાસ પાસે રહેતા ફર્નિચરનું કામ કરતા ચિરાગ મનસુખભાઇ વાડોદરીયા (ઉ.વ.30) નામનો યુવાન પોતાનું એકટીવા નં. જીજે10ડીએમ-2351 લઇને ગત તા. 12ના રોજ શ સેકશન રોડ ઇન્કમટેક્ષ ઓફીસ પાસેના રોડ પરથી પસાર થતા હતા ત્યારે નિલેશ ભુપતભાઇ પિત્રોડાએ પોતાના કબ્જાનું મોટરસાયકલ નં. જીજે10સીકે-9547 પુરપાટ ઝડપે અને બેફીકરાઇથી ચલાવી એકટીવાને પાછળના ભાગે ઠોકર મારી હતી.
આથી ચિરાગભાઇ એકટીવા સાથે નીચે પડી જતા તેમને પગ, ગોઠણમાં ઇજા થઇ હતી, એકટીમાં નુકશાન થયુ હતું, જયારે નિલેશ બેભાન થઇ જતા અને માથામાંથી લોહી નીકળતી હાલતમાં 108 મારફત જી.જી. હોસ્પીટલમાં લઇ જતા સારવાર દરમ્યાન ગત તા. 18ના રોજ તેમનું મૃત્યુ થયુ હતું આમ આરોપીએ પોતાની બેદરકારીથી એકટીવા સાથે અકસ્માત કરી મરણ જતા ગુનો કર્યો હતો.
આ અંગે ચિરાગભાઇ દ્વારા ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં જામનગરના મોટરસાયકલના ચાલક નિલેશ ભુપતભાઇ પિત્રોડા સામે ફરીયાદ કરતા પોલીસ દ્વારા ફરીયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech