દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે. ઇડીએ દિલ્હીની એકસાઇઝ નીતિમાં કથિત કૌભાંડ કેસમાં કેજરીવાલને હાજર થવા માટે ત્રીજી વખત સમન્સ મોકલ્યું હતું છતા પણ કેજરીવાલ હાજર નહોતા થયા. જેને પગલે હવે કેજરીવાલ સામે અન્ય કોઇ આકરા પગલા લેવામાં આવી શકે છે. દરમિયાન આમ આદમી પાર્ટીનો આરોપ છે કે કેજરીવાલની ધરપકડનું આ કાવતં છે. આપ પાર્ટીએ દાવો કર્યેા હતો કે કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ કરી લેવામાં આવી શકે છે. ઈડી તેમના પર દરોડાની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના ઘર તરફ જતા બંને રસ્તાઓ બધં કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી આવાસના સ્ટાફને પણ અંદર જતા અટકાવવામાં આવ્યા છે.
ભાજપે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ નથી ઇચ્છતા કે સત્ય બહાર આવે. જવાબમાં આપે દાવો કર્યેા હતો કે અરવિંદ કેજરીવાલ એજન્સીને સહયોગ કરવા માટે તૈયાર છે. જોકે ઇડીએ જે સમન્સ મોકલ્યા છે તે કેજરીવાલની ધરપકડ માટેનું કાવત છે. હાલ ઇડીના સમન્સ અને એકસાઇઝ નીતિ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ કેસમાં અગાઉ આપના સંજયસિંહ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડ થઇ ચુકી છે અને ત્રણેય નેતા જેલમાં છે. તેથી હવે કેજરીવાલની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિષિએ જણાવ્યું હતું કે ઇડીએ અગાઉ જે પણ સમન્સ મોકલ્યા તેમાં કેજરીવાલને પૂછપરછ માટે કેમ બોલાવવામાં આવ્યા છે તેનો કોઇ જ ઉલ્લેખ નહોતો, જેને પગલે કેજરીવાલે ઇડી પાસેથી સમન્સનું કારણ માગ્યું હતું. જેનો ઇડીએ કોઇ જ જવાબ નથી આપ્યો. ચૂંટણી પૂર્વે જ ઇડી વારંવાર સમન્સ મોકલી રહી છે તેથી સ્પષ્ટ્ર છે કે રાજકીય બદલાની ભાવનાથી આ કાર્યવાહી થઇ રહી છે. ઇડી અને સીબીઆઇ બન્નેનો ભાજપ રાજકીય બદલો લેવા માટે વિરોધી નેતાઓ સામે ઉપયોગ કરી રહી છે.
આપના મુખ્યાલયની બહાર કાર્યકરોનો જમાવડો
સીએમ કેજરીવાલની ધરપકડના ડરને જોતા સવારથી જ આપ પાર્ટીના મુખ્યાલયની બહાર કાર્યકરોનો જમાવડો શ થઈ ગયો છે. કેજરીવાલની ધરપકડ થવા પર આપના નેતાઓ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી શકે છે. ઇડીએ કેજરીવાલને દા કૌભાંડમાં ત્રણ સમન્સ જાહેર કર્યા છે, પરંતુ હજુ સુધી દિલ્હીના સીએમ ઇડી સમક્ષ હાજર થયા નથી. જો કે ત્રણેય વખત કેજરીવાલે ઇડીને લેખિત જવાબ મોકલીને તપાસમાં સહકાર આપવા જણાવ્યું છે.
કેજરીવાલને ન્યાયતત્રં પર ભરોસો નથી : ભાજપ
યારે દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવે કહ્યું હતું કે કેજરીવાલને દેશની ન્યાય વ્યવસ્થા પર ભરોસો નથી, તેઓ નથી ઇચ્છતા કે સત્ય બહાર આવે અને તેથી જ સમન્સ ટાળી રહ્યા છે. કેજરીવાલે ઇડીના સમન્સનો જવાબ આપતા કહ્યું હતું કે તમારે જે પણ સવાલો પૂછવા હોય તે લેખીતમાં મોકલવામાં આવે, હાલમાં હત્પં રાયસભાની ચૂંટણી અને ૨૬મી જાન્યુઆરીની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત હોવાથી હાજર નહી થઇ શકું. કેજરીવાલ ત્રણ સમન્સને ટાળી ચુકયા છે અને હાજર નથી થયા તેથી હવે ઇડી દ્રારા આ મુદ્દે શું પગલા લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech