યુનિકેર હોસ્પિટલના ડો.જિગીશ દોશીએ યુવતીના ડાબાની સાથે જમણા પગની સર્જરી કરી નાખી

  • December 19, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયમાં પીએમજેએવાય યોજના એટલે પ્રાઇવેટ હોસ્પિટલના ડોકટરો માટે એટીએમ બની છે. પૈસાની લ્હાયમાં દર્દીને જર ન હોવા છતાં પણ ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ટ બેસાડી દઈ લાખોના કલેઇમ યોજનામાંથી મંજુર કરાવવામાં આવતા હતા. આવો જ કિસ્સો રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં સામે આવ્યો છે. પીએમજેએવાય કાર્ડમાં સારવાર થતી હોવાથી છેક જૂનાગઢની ડાબા પગના ઓપરેશન માટે આવેલી યુવતિની જાણ બહાર જમણા પગનું પણ ઓપરેશન કરી કલેઇમ પાસ કરી લેવામાં આવ્યો હતો. મહિલાને જમણા પગમાં દુખાવો શ થતા યુનિકેર હોસ્પિટલના તબીબની બેદરકારીનો ભાંડાફોડ થતા યુવતીએ ડો.જીગીશ દોશી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા સપનાબેન મહેશભાઈ પટોળીયા (ઉ.વ.૨૦) નામની યુવતિએ રાજકોટના જામનગર રોડ પર આવેલી યુનિકેર હોસ્પિટલના ડો.જીગીશ દોશી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ડાબા પગમાં અકસ્માત સમયે ઇજા થતા જૂનાગઢમાં ડો.ઠુંમર પાસે સારવાર માટે જતા જરી રિપોર્ટ કરાવતા ડાબા પગમાં લોહીની ગાંઠ થઇ હોવાનું નિદાનમાં જણાવ્યું હતું. આ સારવાર માટે વાસ્કયુલર સર્જનને બતાવવું પડે આથી મેં ગુગલ પર સર્ચ કરતા રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં સર્જરી થતી હોવાનું જાણવા મળતા મેં મારા રાજકોટ રહેતા ફુવાને તપાસ કરવા માટેનું કહ્યું હતું આથી તેમને તપાસ કરી યુનિકેર હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડમાં સર્જરી કરવામાં આવે છે તેમ જણાવતા હત્પં તા.૩–૪–૨૪ના યુનિકેર હોસ્પિટલમાં બતાવવા માટે આવી હતી. ત્યાં ડો.ડો.જિગીશ દોશીએ પગની તપાસ કરી પાંચ દિવસની દવા આપી હતી પરંતુ સાં ન થતા ફરીથી તા.૧૦–૪ના બતાવવા જતા પગનું ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. આથી તા.૨૪–૪ના તમામ રિપોર્ટ કરાવી તા.૨૫ના ઓપરેશન માટે દાખલ થઇ હતી. અને ઓપરેશન બાદ બીજા દિવસે રજા આપી હતી. રજા આપતા પહેલા ડો.જિગીશ દોશીએ મારા પિતાને જણાવ્યું હતું કે, તમારી દીકરીને જમણા પગમાં પણ ગાંઠ હોવાથી અમે તેનું પણ ઓપરેશન કરી નાખ્યું છે.
ઓપરેશન બાદ ડાબા પગમાં દુ:ખાવો મટી ગયો હતો પરંતુ જમણા પગમાં અસહ્ય દુખાવો થતા હત્પં મારા ફઈ સાથે ફરી યુનિકેર હોસ્પિટલમાં ડો.જીગર દોશીને બતાવવા માટે જતા તેણે જોઈ તપાસી છ મહિના આરામ કરવાનું અને કોઈ રિપોર્ટ કરવાની જર નથી તેમ કહેતા હત્પં ઘરે આવી ગઈ હતી. પરંતુ દુખાવો સહન ન થતા જૂનાગઢ ડો,નિકુંજ ઠુંમરને બતાવતા તેમને એમઆરઆઈનો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં જમણા પગમાં ઓપરેશન વખતે ભૂલ રહી જવાથી ગોઠણભાગે આવતી નસ દૂર ખસી ગઈ છે જેના કારણે આ દુ:ખાવો થઈ રહ્યો હોવાનું કહેતા હત્પં ફરી યુનિકેર હોસ્પિટલએ આવી ડો.જીગર દોશીને દુ:ખાવા બાબતે ફરિયાદ કરતા ફરી આરામ કરવાની સલાહ આપી હતી. ડો.જીગર દોશીએ મારા ડાબા પગના ઓપરેશનની સાથે મારી મંજૂરી વગર જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું હતું આથી મને આજીવન તકલીફ રહી ગઈ છે. ગાંધીગ્રામ પોલીસે ડો.જિગીશ દોશી સામે આઇપીસીની કલમ ૩૩૮ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમજેએવાય યોજનામાં હોસ્પિટલઓ દ્રારા આચરવામાં આવેલા કરોડો પિયાના ગોટાળા બાદ એનેસ્થેસિયાની હાલતમાં બેભાન રહેલા રાયના આરોગ્ય વિભાગને કેન્દ્રમાંથી અને સીએમઓમાંથી આકરા ડોઝ આપવામાં આવતા જ આરોગ્ય વિભાગએ જાગીને દોટ મૂકી છે. અને પીએમજેએવાય યોજના અંતર્ગત ગોબાચારી આચરનાર રાજકોટ સહીત રાયની પ્રાઇવેટ હોસ્પિટલોને દડં ટકારવાની સાથે ડોકટર અને હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત નવી એસઓપી પણ ટૂંકમાં જાહેર કરવામાં આવનાર છે


વાંક ન હોઈ તો સર્જરીના પૈસા આપવા કેમ તૈયાર થયા

યુનિકેર હોસ્પિટલના ડો.જિગીશ દોશીએ દર્દીની જાણ બહાર બીજા પગનું ઓપરેશન કરી નાખી ક્ષતિ રહી જવા છતાં દર્દીને યોગ્ય સારવાર આપી સ્વસ્થ કરવાને બદલે માત્ર આરામ કરવાનું કહી રિપોર્ટ કરાવવાની હોઈ જર નથી એમ કહી પોતાનું પાપ છુપાવવાનો પ્રયાસ કર્યેા હતો. છેવટે ડો.જિગીશ દોશીએ મળવાનું પણ બધં કરી દેતા યુવતીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવ માટે અરજી કરી હતી ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટના કાર્તિકએ પોલીસની હાજરીમાં સમાધાન માટેની વાત કરી દર્દી અને તેના પરિવારને કહ્યું હતું કે, ફરિયાદ ન કરો તો બીજી જગ્યા એ તમે સારવાર કે સર્જરી કરાવો તેનો ખર્ચ અમે આપી દઈશું પરંતુ અત્યાર સુધી જે ખર્ચ થયો છે એ પરત ન આપીએ, પરિવારે કહ્યું હતું કે અમારે દીકરીનો પગ સાજો કરી આપો એજ અમારી અપેક્ષા છે પરંતુ આ અપેક્ષા ઉપર ડો.જિગીશ દોશી કે હોસ્પિટલનું મેનેજમેન્ટ ખં ન ઉતરતા અંતે પોલીસ ફરિયાદ કરવી પડી હતી .

આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરે તેના ઉપર મંડરાતી નજર
રાયમાં પીએમજેએવાય યોજના હેઠળ ગોબાચારી કરી પૈસા મેળવવા તેમજ ફાયર એનઓસી, રજીસ્ટ્રેશન સહિતની બાબતે આરોગ્ય વિભાગ દ્રારા તાજેતરમાં જ રાજકોટની ક્રિષ્ના હોસ્પિટલ અને સ્વસ્તિક હોસ્પિટલને દડં ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત પણ રાજકોટ અને રાયની કેટલીક હોસ્પિટલમાં બેદરકારીઓ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે યુનિકેર હોસ્પિટલના ડોકટર જિગીશ દોશીની બેદરકારી શંકાસ્પદ હોવાનું મેડિકલ બોર્ડે તપાસ દરમિયાન જણાવ્યું હતું. આટલી મોટી બેદરકારી સામે આરોગ્ય વિભાગ શું દાખલાપ કાર્યવાહી કરે છે તેના ઉપર મીટ મંડાઈ છે.

ખિસ્સા કાતંરૂ  હોસ્પિટલએ દરેક વખતે વિઝીટના પૈસા પણ લીધા
આજકાલ દ્રારા દર્દી સપના પટોળીયાનો સંપર્ક સાધતા તેણીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલની .૧૬૦૦ વિઝીટ ફી છે, એક તરફ મારી જાણ બહાર બીજા પગની સર્જરી કરી નાખી હતી અને તેમાં ક્ષતિ રહી ગઈ હોવાથી અસહ્ય દુખાવો થતા છેક જૂનાગઢથી રાજકોટ બતાવવા માટે આવતા ડોકટરીની બેરદરકારી હોવા છતાં તેણે દરેક વખતે હાલ્ફ વિઝીટના .૮૦૦ વસૂલ્યા હતા. આ ઉપરાંત અમારે એમઆરઆઈ સહિતના રિપોર્ટ પણ બહાર કરાવવા પડતા હોવાથી તેનો વધારાનો ખર્ચ પણ અમારે ભોગવવો પડો હતો.


જે હોસ્પિટલ સોઈના પૈસા વસુલે એ એક પગનું મફત ઓપરેશન કેવી રીતે કરી આપે ?

યુનિકેર હોસ્પિટલના ડો.જિગીશ દોશીએ યુવતીના ડાબા પગના ઓપરેશન માટેની ફાઈલ પીએમજેએવાય યોજના હેઠળ કલેઇમમાં મૂકી હતી જેના ખર્ચ પેટે .૫૭,૫૦૦ વસુલવામાં આવ્યા હતા. એક જ કલેઇમમાં બે પગનું ઓપરેશન કરી એક ઉપર એક ફ્રીની સ્કીમ આપી ડોકટરે ચોક્કસ પણે માનવતા તો ન જ જતાવી હોઈ કારણ કે પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં સોઈ ના પૈસા પણ બિલમાં ઉધારી લેવામાં આવે છે તો એક આખા પગની સર્જરી મફત કરી આપે એવું તો અસશકય છે. આથી પીએમજેએવાય યોજનાના પેકેજમાં પણ કોઈ ગડબડ કરવામાં આવી છે કે કે કેમ એ પણ તપાસનો વિષય બન્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application