પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી તરીકે ડો.ધીરજ કાકડીયાની નિયુક્ત

  • June 14, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને ભારત સરકારની પ્રાદેશિક કચેરીના વડા તરીકે એડિશનલ ડાયરેક્ટર જનરલનો પદભાર સંભાળતા હતા: તેમના દ્વારા લખાયેલા પુસ્તક મહાત્મા: અ ગ્રેટ કોમ્યુનિકેટર ની પ્રસ્તાવના ભારત રત્ન ડોક્ટર અબ્દુલ કલામે લખી હતી

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના વરિષ્ઠ અધિકારી ડો. ધીરજ કાકડીયાની પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. ડો
ધીરજ કાકડીયા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને ભારત સરકારની પ્રાદેશિક કચેરીના વડા તરીકે એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકેનો સંભાળ્યા બાદ હવે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી તરીકે તેમને પદભાર સંભાળી લીધો છે.

ગુજરાતી સરકારમાં મનોરંજન કર કમિશનર તરીકે તેઓ અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને ડોક્ટર ધીરજ કાકડીયા સારા લેખક પણ છે. થોડા સમય પહેલા જ તેમના દ્વારા લિખિત "મહાત્મા: અ ગ્રેટ કોમ્યુનિકેટર" પુસ્તક પ્રકાશિત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુસ્તકની પ્રસ્તાવના ભારત રત્ન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ દ્વારા લખવામાં આવી હતી.
વર્ષ 1991 માં અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાંથી બી.ઇ.ઇલેક્ટ્રોનિક કર્યા બાદ એલ.એલ.બી,એમ.બી.એ અને પીએચડી ની પદવી પણ મેળવી હતી. તેઓ વર્ષ 1993ની બેન્ચના આઈ આઈ એસ અધિકારી છે.ગ્રામીણ વિકાસ વિભાગમાં સ્પેશિયલ કમિશનર તથા રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થામાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે પણ તેમણે રાજ્ય સરકારમાં સેવા આપી છે.

અગાઉ તેમણે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રમાં સમાચાર વિભાગના ડાયરેક્ટર તરીકે પણ 10 વર્ષ સેવા આપી હતી. તેઓ ભગવાન કૃષ્ણ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ફિલસૂફીમાં માને છે. આ જીવનમાં અંતિમ ઉદ્દેશ્ય ભગવદ ગીતા મુજબ મૃત્યુ અને જન્મ ચક્રમાંથી મુક્તિ મેળવવાનો છે. તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી ખૂબ પ્રભાવિત છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application