ડો.દસ્તુર માર્ગ અન્ડરપાસ પ્રોજેકટ એક વર્ષે આગળ વધ્યો

  • January 01, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાએ બજેટમાં દર્શાવેલો અને આઠેક મહિના પૂર્વે ખાતમુહર્ત કર્યા બાદ અટકી પડેલો ડો.દસ્તુર માર્ગ અન્ડર પાસના પ્રોજેકટ મામલે આજકાલ દૈનિકમાં પ્રોજેકટ સાઇટની હાલની સ્થિતિ તસ્વીરો સાથે વિસ્તૃત અહેવાલ તા.૨૯–૧૧–૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ થયો હતો ત્યારબાદ મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને રેલવે તંત્રને ચુકવવાની થતી વધારાની રકમ ચૂકવી આપવા ઠરાવ કર્યેા હતો તેમજ આ ઠરાવને નવનિયુકત કમિશનરએ વહીવટી મંજૂરી પણ આપી દેતા હવે પ્રોજેકટ આગળ ધપ્યો છે. મહિનાઓથી અટકી પડેલા આ પ્રોજેકટ અંગે સૌપ્રથમ એક માત્ર આજકાલમાં અહેવાલ પ્રસિધ્ધ થયો હતો ત્યારબાદ તત્રં હરકતમાં આવ્યું હતું અને સ્ટેન્ડિંગ કમિટીએ રેલવેને ચૂકવવા પાત્ર રકમ ચૂકવવા ઠરાવ કર્યેા હતો તેમજ કમિશનરએ પણ આ ઠરાવને વહીવટી મંજૂરી આપી ચૂકવવા પાત્ર રકમ ચૂકવવા મંજૂરી આપી દેતા હવે આ પ્રોજેકટ આગળ ધપશે. એકંદરે આ પ્રોજેકટ સાકાર થતા યાજ્ઞિક રોડ, ટાગોર રોડ અને ખાસ કરીને સરદાર નગર મેઇન રોડની ટ્રાફિક સમસ્યા હલ થશે.
રાજકોટનાં ડો.દસ્તુર માર્ગ પર રેલવે અન્ડર પાસની કામગીરી હવે આગળ વધશે.ગત મ્યુનિ.બજેટમાં આ માટેની જોગવાઇ કરવામાં આવી હતી. જેમાં અગાઉ રેલવેને .૨.૭૩ કરોડ ચુકવવામાં આવ્યા હતા પરંતુ રિવાઇઝડ એસ્ટીમેટ મુજબ રેલવે દ્રારા વધુ .૧.૩૯ કરોડની માગ કરાઇ હતી. મનપાએ આ રકમ ચૂકવવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત સહિતની પ્રક્રિયા કરવાની હોવાથી રેલવે દ્રારા કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
અને આવા કારણોસર આઠેક મહિના સુધી આ કામગીરી લટકી પડી હતી. જોકે હવે મનપા દ્રારા બાકી રકમ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે રેલવે તત્રં અંડરપાસ માટે બનાવેલા બોકસને પુશ ટેકનોલોજીથી ખસેડી રસ્તો કરી આપશે. ટૂંક સમયમાં આ અન્ડર પાસ તૈયાર થતા હજારો વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે.
રેલવે તંત્રને ચુકવવાની થતી વધારાની રકમ ભરપાઇ ન થતા ઉપરોકત પ્રોજેકટ અટકી પડો હતો, રાજકોટમાં હાલ એસ્ટ્રોન ચોક અને હેમુગઢવી હોલ પાછળ એમ બે અંડરપાસ આવેલા છે. જોકે આ બંને સ્થળે ભારે ટ્રાફિક રહેતો હોવાથી મહાપાલિકાએ ગત બજેટમાં ડો. દસ્તુર માર્ગનાં છેડે વધુ એક અન્ડરપાસ બનાવવા નિર્ણય કર્યેા હતો. આ માટેની તમામ કાર્યવાહી કરી અંદાજે .ચાર કરોડની આ કામગીરી માટે રેલવે વિભાગને .૨.૭૩ કરોડ ચૂકવી દીધા હતા. રેલવેએ રિવાઇઝડ એસ્ટીમેન્ટ કરીને બાકીની રકમ .૧.૩૯ કરોડ ભરવાની માંગ કરી હતી. આ રકમ ભરપાઇ નહીં થતા કામ બધં કરવામાં આવ્યું હતું. જોકે આ અગાઉ રેલવે વિભાગે અન્ડર પાસ માટેના બોકસ બનાવ્યા હતા.
દરમિયાન મહાપાલિકા દ્રારા જરી પ્રક્રિયા પૂર્ણ કરી રેલવેને બાકીની રકમ .૧.૩૯ કરોડ ચૂકવી દેવાનો નિર્ણય કરાયો છે ત્યારે હવે આ રકમ મળતા જ રેલવે દ્રારા બનાવવામાં આવેલા બોકસને આ પુશ ટેકનોલોજી માધ્યમથી જે જગ્યાએ નાળું બનાવવાનું છે ત્યાં ગોઠવી દેવામાં આવશે અને નાળા માટેનો રસ્તો ખુલ્લો કરવામાં આવશે. ત્યારબાદ અહીં ડામર રોડ કરી દેવામાં આવશે. જેને પગલે વધુ એક રસ્તો ખુલ્લો થતા બંને બાજુ રહેતા હજારો લોકોને દરરોજ અવરજવર માટે વધુ એક રસ્તો મળશે અને એસ્ટ્રોન નાળાનો ટ્રાફિક હળવો થતા લોકોને મોટી રાહત મળશે.
રેલવે દ્રારા ટૂંક સમયમાં કામગીરી શ કરવામાં આવશે રાજકોટ મહાપાલિકાનાં સેન્ટ્રલ ઝોનના સિટી એન્જિનીયર અતુલ રાવલે આ અંગે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડો.દસ્તુર માર્ગ ઉપર હયાત રોડ લેવલથી ૦.૩૫ મીટર જેટલા નીચે રોડનું લેવલ મળી રહે અને ગ્રેવીટીથી પાણીનો નિકાલ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ગત જૂન મહિનામાં કામગીરી શ થયા બાદ બાકી રકમ નહીં મળતા રેલવે દ્રારા કામગીરી બધં કરવામાં આવી હતી. પરંતુ હવે આ રકમ ચૂકવવાનો નિર્ણય લેવાતા ફરી કામગીરી શ થશે. અને ટૂંક સમયમાં વાહન ચાલકોને એક નવો રસ્તો મળતા ટ્રાફિક સમસ્યા હલ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application