હાલ કેનેડા રહેતા પતિ સહિતના સાત સાસરીયા સામે ફરીયાદ
જામનગરમાં આરામ કોલોની વિસ્તારમાં રહેતી એક વિપ્ર પરણીતાએ દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે પોતાને ત્રાસ ગુજારી માવતરેથી દહેજ માં રૂપિયા લઇ આવવાની માંગણી સાથે ત્રાસ આપવા અંગે હાલ કેનેડા રહેતા પતિ અને અમદાવાદ-વડોદરાના સાસરીયા પક્ષનાઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ન્યુ આરામ કોલોની વિસ્તારમાં રહેતી વૈભવીબેન હેમિનભાઈ ભટ્ટ (ઉ.વ.29) નામની પરિણીતાએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરિયાઓ સામે મારકુટ કરી, ધમકી દઇ ત્રાસ ગુજારી માવતરેથી દહેજમાં રૂપિયા લઈ આવવાની માંગણી સાથે હાંકી કાઢ્યાની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે વૈભવીબેનની ફરિયાદના આધારે તેણીના પતિ મુળ અમદાવાદ હાલ કેનેડા રહેતા હેમીન વિમલેશકુમાર ભટ્ટ, તથા પાર્વતીનગર સોસાયટી હરણી વારસીયા રીંગ રોડ વડોદરા રહેતા સસરા વિમલેશકુમાર રજનીકાંત ભટ્ટ, સાસુ ફાલ્ગુનીબેન વિમલેશકુમાર ભટ્ટ, દાદાજી સસરા રજનીકાંત એમ. ભટ્ટ, દાદીજી સાસુ લીલાવતીબેન રજનીકાંતભાઈ ભટ્ટ, અમદાવાદના જુના સચીવાલય વિસ્તાર ગોયલ ટાવર શૈલેષપાર્ક સોસાયટી ખાતેના ફુવાજી સસરા પ્રણવકુમાર પાઠક, અને ફઈજી સાસુ કેતકીબેન પ્રણવકુમાર પાઠક સામે સ્ત્રી અત્યાચાર ધારા, તેમજ દહેજ પ્રતિબંધક ધારા હેઠળની જુદી જુદી કલમો હેઠળ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech