ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવતં સિંહ પન્નુએ ફરી એકવાર ભારતને ધમકી આપી છે. પન્નુએ કહ્યું છે કે શીખ રમખાણોના ૪૦ વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાના વિમાનો પર હત્પમલો થઈ શકે છે. તેણે આંતરરાષ્ટ્ર્રીય પ્રવાસીઓને ભારતની મુસાફરી ન કરવાની અપીલ કરી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય એરલાઈન્સને ૧૦૦થી વધુ ધમકીઓ મળી છે. આ ધમકીઓ વચ્ચે હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવતં સિંહ પન્નુએ ભારતને ધમકી આપી છે અને વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી છે. પન્નુએ કહ્યું છે કે શીખ રમખાણોના ૪૦ વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાની લાઈટ પર હત્પમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્ર્રીય મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ ૧ થી ૧૯ નવેમ્બર સુધી એર ઈન્ડિયામાં યાત્રા ન કરે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચેતવણી ખાસ કરીને આંતરરાષ્ટ્ર્રીય મુસાફરી કરનારાઓને આપવામાં આવી છે.
શીખ ફોર જસ્ટિસ સંસ્થાની સ્થાપના કરનાર પન્નુ કોઈને કોઈ ઉશ્કેરણીજનક નિવેદન આપતો રહે છે. ખાલિસ્તાનના નામે લોકોને ભડકાવવાના કારણે ભારત પન્નુને આતંકવાદી માને છે. તેના પર અલગતાવાદને પ્રોત્સાહન આપવા અને પંજાબી શીખ યુવાનોને હથિયાર ઉઠાવવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. ખાસ વાત એ છે કે આ ધમકી એવા સમયે આવી છે યારે એવિએશન સતત બોમ્બની અફવાઓનો સામનો કરી રહ્યું છે. રવિવારે પણ આ ધમકીઓને કારણે ઘણી લાઈટ પ્રભાવિત થઈ હતી. ગયા વર્ષે પણ પન્નુએ આવી ધમકી આપી હતી. ૨૩ જૂન, ૧૯૮૫ના રોજ એર ઈન્ડિયાના બોઈંગ એરક્રાટમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના તાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સાથે જોડાયેલા હતા.ગુરપતવતં સિંહ પન્નુએ ભારતમાં આતંકવાદી ઘટનાઓની જવાબદારી લીધી છે. એપ્રિલ ૨૦૨૩માં એક વીડિયોમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની આસામની મુલાકાત દરમિયાન ધમકી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech