રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સઘં આરએસએસના વડા મોહન ભાગવતે તાજેતરમાં મંદિર–મસ્જિદ વિવાદોના પુનત્થાન પર ચિંતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ કેટલાક લોકોને લાગે છે કે તેઓ આવા મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે, જે યોગ્ય નથી. 'સહજીવન વ્યાખ્યાન શ્રેણી'માં 'ભારત–વિશ્વગુ' વિષય પર પ્રવચન આપતાં તેમણે સર્વસમાવેશક સમાજની હિમાયત કરી હતી અને કહ્યું હતું કે ભારતે વિશ્વને સાબિત કરવું પડશે કે વિવિધતા હોવા છતાં, આપણે સુમેળમાં રહી શકીએ છીએ. તેમણે કહ્યું કે હાલના સમયમાં મંદિરો શોધવા માટે મસ્જિદોના સર્વેક્ષણની માંગ કોર્ટમાં પહોંચી રહી છે, પરંતુ આ વલણ સ્વીકાર્ય નથી. ભાગવતે કહ્યું કે ભારતની વ્યવસ્થા હવે બંધારણ પ્રમાણે ચાલે છે.
સાવનાનું મોડેલ બનાવવું જોઈએ
વાસ્તવમાં ભારતીય સમાજની વિવિધતાને રેખાંકિત કરતા મોહન ભાગવતે રામકૃષ્ણ મિશનમાં નાતાલની ઉજવણીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ માત્ર હિંદુ સમાજ જ કરી શકે છે કારણ કે આ સમાજ સહિષ્ણુતા અને સર્વસમાવેશકતામાં માને છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે સાવનાનું મોડેલ બનવું જોઈએ જેથી વિશ્વને પ્રેરણા મળી શકે. તેમણે સ્પષ્ટ્રતા કરી હતી કે રામ મંદિરનું નિર્માણ તમામ હિંદુઓ માટે આસ્થાનો વિષય છે અને આવા મુદ્દાઓને વારંવાર ઉઠાવીને સમાજમાં વિભાજનની મંજૂરી આપી શકાય નહીં.
તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં મંદિરો શોધવા માટે મસ્જિદોના સર્વેક્ષણની માંગ કોર્ટ સુધી પહોંચી રહી છે, પરંતુ આ વલણ સ્વીકાર્ય નથી. ભાગવતે કહ્યું કે ભારતની વ્યવસ્થા હવે બંધારણ અનુસાર ચાલે છે, યાં લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટીને સરકાર બનાવે છે. તેમણે એમ પણ કહ્યું કે વર્ચસ્વ અને કટ્ટરતાના દિવસો પૂરા થઈ ગયા છે. મુઘલ બાદશાહ ઔરંગઝેબના શાસનનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે કટ્ટરતાથી સમાજને નુકસાન થાય છે, પરંતુ બહાદુર શાહ ઝફર જેવા શાસકોએ ગૌહત્યા પર પ્રતિબધં મૂકીને સાવનાને પ્રોત્સાહન આપ્યું હતું.
વર્ચસ્વની ભાષા શા માટે વાપરવી
ઈતિહાસનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર હિન્દુઓને આપવાનો નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો હતો, પરંતુ અંગ્રેજોએ બંને સમુદાયો વચ્ચે તિરાડ ઊભી કરી. અલગતાવાદની આ ભાવનાએ આખરે પાકિસ્તાનની રચનાનો માર્ગ મોકળો કર્યેા. તેમણે એમ પણ કહ્યું કે જો દરેક પોતાની જાતને ભારતીય માને છે તો શા માટે સર્વેાચ્ચતાની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.
આરએસએસના વડાએ કહ્યું કે ભારતમાં બધા સમાન છે અને અહીં લઘુમતી અને બહત્પમતી વચ્ચે ભેદભાવ માટે કોઈ સ્થાન નથી. ભારતીય પરંપરાને ટાંકીને તેમણે કહ્યું કે અહીં દરેકને પોતાની પૂજા પદ્ધતિને અનુસરવાની સ્વતંત્રતા છે. જરી છે કે બધા લોકો નિયમો અને કાયદાઓનું પાલન કરે અને પરસ્પર સંવાદિતા જાળવી રાખે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરી, પ્રથમ રાઉન્ડમાં સમરસ પેનલના પરેશ મારું આગળ
December 20, 2024 05:25 PMપાર્સલ મગાવતા પહેલા ચેતજો, પાર્સલ ખોલતા જ માથું કપાયેલી લાશ મળી, જોતા જ મહિલાનું મગજ ચકરાવે ચડી ગયું
December 20, 2024 05:18 PMસુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન બન્યું, જાણો શું કામ એવોર્ડ મળ્યો?
December 20, 2024 04:53 PMક્યારેક કાશી, ક્યારેક અયોધ્યા, ક્યારેક સંભલ... દરેક સમયે હિંદુ મંદિરો તોડવામાં આવ્યાઃ સીએમ યોગી
December 20, 2024 04:50 PMજામનગર બાર એસોસિએશનમાં આજે સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા
December 20, 2024 04:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech