વેપારીઓને જીએસટીના પ્રથમ વર્ષે કરેલી ભૂલ નડી: ડિમાન્ડથી દોડધામ

  • March 27, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યાથી જીએસટી લાગુ પડો ત્યારે તે વર્ષમાં કરદાતાઓ દ્રારા થયેલી સામાન્ય ભૂલને મોટી ભૂલ બનાવી તત્રં દ્રારા વર્ષ ૨૦૧૭ –૧૮ના વર્ષની વ્યાપક નોટિસ કાઢી અને તેમાંથી જે કરદાતાઓએ જવાબ ના આપ્યા તેમને ડિમાન્ડ ઓર્ડર આપતા કરદાતાઓ પરેશાન થઈ ગયા છે.

જીએસટીમાં જુના વર્ષેાના કેસની ફાઈલો ખોલવામાં આવી છે નાણાકીય વર્ષ ૨૦૧૭ ૧૮ માટે કરદાતાઓને ડિમાન્ડ ઓર્ડર કરવામાં આવી રહ્યા છે. તેમાં સરકાર દ્રારા જીએસટીના પ્રથમ વર્ષે નોટિસ નહીં નીકળે તેવી ખાતરી આપ્યા બાદ પણ આ જ વર્ષમાં સામાન્ય ભૂલને મોટી ક્ષતિ બનાવી જીએસટી ડિપાર્ટમેન્ટ નોટિસો કાઢી હતી. હાલમાં ડીઆરસી ૦૧ હેઠળ ડિમાન્ડ ઓર્ડરો નીકળતા કરદાતાઓમાં દોડાદોડી મચી ગઈ છે. આ નોટિસનો જવાબ આપ્યો હોય તેવા કરદાતાઓના જવાબની અવગણ ના કરીને જીએસટી ડિપાર્ટમેન્ટ એ ડી આર સી ૭ પાસ કયુ છે અને તેના અંતર્ગત ડિમાન્ડ ઓર્ડરો રજૂ કરવામાં આવ્યા છે.

જોકે કરદાતાઓ દ્રારા જવાબ આપવામાં આવ્યો હોય છતાં ડિમાન્ડ ઓર્ડરો નીકળ્યા હોય તેવા અનેક કિસ્સામાં રેકિટફિકેશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જે કેસમાં પાંચ લાખથી ઓછી રિકવરી હોય તેવા કરદાતાઓને જીએસટી વિભાગ દ્રારા એડવાઈઝરી પાઠવવામાં આવે છે યારે તેનાથી વધુ રકમના કેસના સમન્સ પણ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્યાર સુધીમાં બોગસ બીલિંગ કરીને કરોડો પિયાનું કૌભાંડ કરનારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે ત્યારે નાની એવી ભૂલ જીએસટી રિટર્ન વખતે થયું હોય તેવા લોકોને જાણે કે મોટી ભૂલ કરી હોય તેમ ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવતા ફફડાટ મચી ગયો છે.

મળતી વિગત અનુસાર જીએસટી વિભાગ દ્રારા ૮૯૦ કેસમાં એડવાઈઝરી અને ૨૫૧ કેસ માંથી બે કરોડની રિકવરી થઈ છે યારે ૬૫૫ લોકોને સમન્સ પાઠવવામાં આવ્યા હતા જેમાંથી ૭૫ કેસમાં ૫.૯૬ કરોડની રિકવરી થઈ છે

રાયનો પહાડ બનાવી ડિમાન્ડ કાઢી જે અયોગ્ય:ટેકસ એડવોકેટ ચેતા
જીએસટી ના પ્રથમ વર્ષમાં ઘણા વેપારીઓથી નાની એવી ભૂલ થઈ હતી અને એ સમયે સરકારે પણ ખાતરી આપી હતી કે જીએસટી રિટર્ન માં નજીવી નજીવી ભૂલને નોટિસમાં પરિવર્તિત નહીં કરવામાં આવે તેમ છતાં વેપારીઓએ જાણે ગુનો કર્યેા હોય તેમ નાની ભૂલને રાઈનો પહાડ બનાવીને નોટિસ અને ત્યારબાદ ડિમાન્ડ કાઢતા કરદાતાઓની પરેશાની વધી ગઈ છે. આ બાબતે તત્રં અને સરકારે હકારાત્મક વલણ અપનાવો જોઈએ તેમ ટેકસ એડવોકેટ દિપક ચેતાએ જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application