સંયુક્ત રાષ્ટ્રના જિનીવા કાર્યાલયમાં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (આઈપીયુ)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે પાકિસ્તાનને આતંકવાદી ફેક્ટરી ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ભારતને ભાષણ આપવાને બદલે ઈસ્લામાબાદે સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં હુમલા કરતી આ આતંકી ફેક્ટરીઓ બંધ કરવી જોઈએ. આ સાથે, તેમણે ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ IPUની 148મી બેઠકમાં બોલી રહ્યા હતા.
ભારત પર પાકિસ્તાનની ટિપ્પણીઓને નકારી કાઢતાં હરિવંશે કહ્યું કે, "લોકશાહીનો નબળો ટ્રેક રેકોર્ડ ધરાવતા દેશ માટે અમને ભાષણ આપવું એ હાસ્યાસ્પદ છે. પાકિસ્તાને આવા આરોપો સાથે IPU જેવા મંચનું મહત્વ ઘટાડ્યું ન હોત તો સારું થાત. તેમણે કહ્યું કે, ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને હું ભાગ્યશાળી છું કે ઘણા દેશોએ ભારતીય લોકશાહીને અનુકરણીય મોડલ માની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech