ચોમાસામાં ટ્રાવેલિંગ કરતી વખતે આ વસ્તુઓને તમારી બેગમાં રાખવાનું ભૂલશો નહીં

  • June 26, 2024 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસામાં પ્રવાસ કરવાનો પણ એક અલગ જ આનંદ છે. ભારતના મોટાભાગના વિસ્તારો વરસાદ દરમિયાન લીલોછમ બની જાય છે અને તેમની સુંદરતામાં વધારો થાય છે. જો કે આ સિઝનમાં મુસાફરી કરવી અમુક અંશે સલામત નથી. તેમ છતાં કેટલાક લોકો વરસાદમાં પણ ફરવા નીકળી પડે છે. વેકેશન માટે ચોમાસા દરમિયાન દક્ષિણ ભારત અથવા મહારાષ્ટ્રના સ્થળોએ જવાનું શ્રેષ્ઠ છે. ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂસ્ખલનનો ખતરો છે. પરંતુ દક્ષિણમાં પર્વતોને સુરક્ષિત માનવામાં આવે છે. માટે ત્યાં પ્રવાસનું આયોજન કરી શકો છો.


લોકો ચોમાસા દરમિયાન ટ્રીપ પ્લાનિંગ અને પેકિંગમાં આવી ભૂલો કરે છે જેના કારણે તેમને મુશ્કેલી પડે છે. ત્યારે તમારી ટ્રાવેલ કિટમાં કઈ જરૂરી વસ્તુઓ હોવી જોઈએ. 


ચોમાસામાં ટ્રાવેલિંગ


કેટલાક લોકોને ચોમાસામાં મુસાફરી કરવી ગમે છે. તેથી જ તેઓ વરસાદમાં જ પ્રવાસનો પ્લાન બનાવે છે. ભારતમાં ફરવા માટેના ઘણા શ્રેષ્ઠ સ્થળો છે. દેશમાં કર્ણાટકના કુર્ગ અને મહારાષ્ટ્રના લોનાવલા જેવા ઘણા પ્રવાસન સ્થળો છે. જેની સુંદરતા ચોમાસામાં વધી જાય છે અને કોઈપણ તેને જોઈને ક્ષણભરમાં દિવાના થઈ જાય છે. ટ્રિપની મજા બગડી ન જાય તેના માટે જાણો પેકિંગમાં શું રાખવું જરૂરી છે…


મોનસૂન ટ્રાવેલ પેકિંગ ટિપ્સ :


છત્રી અને રેઈનકોટ


જો ચોમાસામાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો તમારી બેગમાં સૌથી સામાન્ય વસ્તુઓ છત્રી અને રેઈનકોટ રાખવાનું ભૂલશો નહીં. વધતા જતા વરસાદમાં ભીના થવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. માટે રેઈનકોટ અને છત્રી રાખવાથી તમારી જાતને ઘણી હદ સુધી સુરક્ષિત કરી શકાય છે. ઘરથી દૂર મુસાફરી કરતી વખતે બીમાર પડવું મોંઘું પડી જાય છે. સલામતી સાથે આગળ વધવું વધુ સારું છે.


વોટરપ્રૂફ બેગ


તમારા સામાનને ભીના થવાથી બચાવવાનો શ્રેષ્ઠ વિકલ્પ વોટરપ્રૂફ બેગ છે. આમાં તમારી બધી વસ્તુઓ સુરક્ષિત રહે છે અને ટેન્શન મુક્ત મુસાફરી કરી શકીએ છીએ. આ સિવાય વોટરપ્રૂફ પેકેટ્સ પણ આવે છે. જેના દ્વારા તમે બેગની અંદર રહેલી વસ્તુઓને ભીના થવાથી બચાવી શકો છો.


જૂતા-ચપ્પલ


એવું કહેવાય છે કે વરસાદમાં મુસાફરી કરતી વખતે જૂતાની જગ્યાએ ચપ્પલ અથવા સ્લીપર સાથે રાખવા જોઈએ. પરંતુ પાણી પગની ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં એવા જૂતા તમારી સાથે રાખો જે પાણીથી બચાવી શકે. આ ઉપરાંત આ શૂઝના સોલની પકડ પણ સારી હોવી જોઈએ. કારણકે આ રીતે લપસી જવાનો ડર ઓછો રહે છે.


હેર ડ્રાયર


બેગમાં હેર ડ્રાયર રાખવાનું ભૂલશો નહીં કારણકે તે માત્ર ભીના વાળને ઝડપથી સૂકવવામાં ઉપયોગી નથી પરંતુ તે કપડાંમાં ભેજ ઘટાડવામાં પણ મદદ કરશે. હેર ડ્રાયરનું વજન વધારે હોતું નથી અને તે ચોમાસાની મુસાફરી દરમિયાન તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application