અબોલ નિરાધાર પક્ષીઓનું જીવન બચાવવા ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષીઓ એક એક દાણા માટે ઝાવા મારે છે આવા કપરા સમયમાં મુળ ગામ – ટીબડી તા.ખંભાલીયા હાલ – મુલુંડ ( મુંબઈ ) રહેતા હાલારી વિશા ઓશવાળ સમાજના જીવ દયા પ્રેમી પુણ્યાત્મા માતા પુરીબેન મેપાભાઈ ગડા તથા પિતા મેપાભાઈ કરમણભાઈ ગડા.તેમના પરીવાર તરફથી પક્ષીઓ માટે એક ટ્રક ( ૧૧ – ટન ) ચલનું દાન આપેલ છે . જેમાં કબુતર , મોર વગેરે પક્ષીઓ માટે જુવા૨ બાચકા -૩૩૫ ,(૩૦ કિલો) તથા નાની ચકલીઓ માટે બાજરો બાચકા ૨૧ મળી કુલ -૩૫૬ બાચકા ચણનું દાન આપેલ છે .
પક્ષીઓ માટેનું ચણ આરાધના ધામ બાપા સીતા ૨ામ મઢુલીથી શરૂ કરી , ખંભાલીયા , કલ્યાન્નપુર , ભાટીયા બારાડી , તથા દ્વારકા ના ગામડાઓ , મંદિરો , આશ્રમો , દ૨ગાહો , અરીયાળ વાડી વિસ્તારો તથા જંગલ વિસ્તારો વગેરેમાં કુલ –૯૮ સ્થળોએ એડવોકેટ નાનજીભાઈ સોનગરા તથા તેમના પુત્ર મનીષ નાનજીભાઈ સોનગરા મારફત તા.૧૬–૦૬-૨૦૨૪ ને રવિવાર ના રોજ સવારના પાંચ વાગ્યાથી રાત્રીના ૧૦–૩૦ કલાક સુધી સતત ટ્રકમાં બેસી એક ટ્રક ચલનું વિતરણ કરવામાં આવ્યું હતું . તથા સાત બાચકા સોન કંસારીના ડેરા જંગલ વિસ્તાર ધુમલી ભાણવડ હા . સોઢા બાપુને મોકલવામાં આવ્યું હતું જયાં સ્થળ પર સાઢીયા મારફત ચણ પહોંચાડવામાં આવે છે.
કાંતીલાલ મેપાભાઈ કરમણભાઈ ગડા એ તથા તેમના સબંધી જમનભાઈ હરીયાએ સને –૧૯૮૯ થી આ ચણ વિતરણ પ્રવૃતિની શરૂઆત કરી હતી . ત્યારથી આજદિન સુધી સતત ૩૫ વર્ષથી તેમની આગેવાની હેઠળ આ જીવદયાનું પુણ્યનું કાર્ય ચાલી રહયું છે .
આ જીવદયાના કાર્યમાં તેમણે જાતે તથા તેમના પરીવારના સભ્યો તરફથી દર વર્ષે ચણનું દાન આપવામાં આવે છે . તથા તેમના સગા સબંધી , હિતેચ્છુ મિત્ર મંડળ તથા સમાજના તમામ સભ્યોના આર્થિક સહયોગથી પુણ્યાત્માં . કાંતીલાલ મેપાભાઈ ગડાની આગેવાની હેઠળ આ ચણ વિતરણ પ્રવૃતિનું જીવદયાનું પુણ્યનું કાર્ય વર્ષોથી અવિરત ચાલી રહયું છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech