જેના પર વિશ્વ આખાની નજર હતી એ યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેકશન ૨૦૨૪ના પરિણામ જાહેર થઈ રહ્યા છે અને રિપબ્લિકન પાર્ટીના નેતા અને પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ૨૩૨ ઈલેકટોરલ વોટ સાથે વ્હાઈટ હાઉસમાં વટભેર પુનરાગમન કરવા જી રહ્યા છે. જયારે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ ૨૧૧ ઈલેકટોરલ વોટ સાથે ટક્કર આપી રહ્યા છે. અત્યતં રસાકસી ભરી ચૂંટણી અને તેના પરિણામોએ અતં સુધી ભારે ઉત્તેજના જગાવી રાખી હતી. નોંધનીય ડોનાલ્ડનું 'ટ્રમ્પ કાર્ડ'
છે કે અમેરિકાની ચૂંટણીના ઇતિહાસમાં એવું પહેલી વાર બની રહ્યું છે કે એક વાર હારેલા પ્રમુખ ફરીવાર સત્તા પર આવ્યા હોય. અમેરિકાના રાષ્ટ્ર્રપતિની ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ ખૂબ જ રોમાંચક બની રહ્યો હતો .મતગણતરી વચ્ચે લાંબા સમય બાદ કમલા હેરિસે જોરદાર વાપસી કરી હતી તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૩૦ ઇલેકટ્રોરલ પર આગળ રહ્યા હતા.મોન્ટાના, મિસૌરી, ઓહિયો, ટેકસાસ, નેબ્રાસ્કા, નોર્થ ડકોટા, સાઉથ ડકોટા, વ્યોમિંગમાં ટ્રમ્પ આગળ રહ્યા જયારે ઓહાયોમાં જીત હાંસલ કરી છે. આ રાય તેમના ઉપરાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સનું ગૃહ રાય પણ છે. કમલા હેરિસે ઇલિનોઇસ, વોશિંગ્ટન ડીસી, કોલોરાડો અને ન્યૂયોર્કમાં જીત મેળવી છે.અમેરિકન ચૂંટણીમાં કુલ ૫૩૮ ઈલેકટોરલ કોલેજ હોય છે. જીતવા માટે આમાંથી ૨૭૦ જીતવી જરી છે.
અમેરિકાના પ્રમુખપદની રેસમાં ટ્રમ્પએ કમલા હેરિસને હરાવી દીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પની છાવણી પહેલેથી જ વિજયની ઘોષણા કરી રહી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં પવનની દિશામાં ફેરફાર સ્પષ્ટ્રપણે જોવા મળ્યો હતો. વોટિંગના થોડા અઠવાડિયા પહેલા જ અચાનક ટ્રમ્પ માટે સમર્થન વધવા લાગ્યું અને તેની પાછળ ઘણા કારણો હતા. હકીકતમાં છેલ્લા ૬ મહિનામાં યુએસ ચૂંટણીની રેસમાં ઉતાર–ચઢાવ આવ્યા છે, જેમાં બિડેને વ્હાઇટ હાઉસની રેસમાંથી બહાર થવાનો નિર્ણય કર્યેા અને કમલા હેરિસને કમાન સોંપી દીધી. અગાઉ યારે ટ્રમ્પ આગળ દેખાતા હતા ત્યારે કમલા હેરિસ રાજકીય યુદ્ધમાં જોડાતાની સાથે જ પરિસ્થિતિ બદલાતી જણાતી હતી. ટૂંક સમયમાં જ તમામ સર્વેએ કમલાને આગળ બતાવી પરંતુ આ લાંબો સમય ટકી શકયું નહીં.
આમાં સૌથી મહત્વની ભૂમિકા ટ્રમ્પની હત્યાના પ્રયાસના કેસોએ ભજવી હતી. આનાથી તેમના સમર્થકોને એકજૂટ થયા એટલું જ નહીં પરંતુ જનતાના વલણમાં પણ પરિવર્તન આવ્યું. તેમની પ્રચાર ટીમ અને સમર્થકોએ તેનો પ્રચાર એ રીતે કર્યેા કે ટ્રમ્પ એક મજબૂત નેતા છે, જેને 'ડીપ સ્ટેટ' વિશે બહત્પચર્ચિત લોકો મારવા માંગે છે. આ દરમિયાન કમલા હેરિસ ઘણા મુદ્દાઓ પર મૂંઝવણમાં જોવા મળી હતી. તે ગેરકાયદેસર ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ પર ટ્રમ્પની આક્રમકતાનો સામનો કરવામાં નિષ્ફળ રહી. આ સિવાય તે ગાઝા યુદ્ધને લઈને ઈઝરાયેલ વિદ્ધ માપેલા અને કંઈક અંશે કઠોર શબ્દોનો ઉપયોગ કરતી જોવા મળી હતી જેણે તેની છબીને વધુ નુકસાન પહોંચાડું હતું. કમલા હેરિસ જેના માટે તે જાણીતી હતી તે આ મુદ્દાઓ પર બેક ફટ પર જોવા મળી હતી.
ટ્રમ્પે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ કર્યો હતો
તેમના અગાઉના શાસન દરમિયાન ટ્રમ્પે ભારત પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો અને ભારતીય સામાન પર ડ્યુટી વધારવાની ભલામણ કરી હતી. જો કે ટ્રમ્પ્ના શાસનના છેલ્લા સમયગાળા દરમિયાન અમેરિકા સાથે મિની ટ્રેડ એગ્રીમેન્ટ અંગે વધુ કે ઓછા પ્રમાણમાં સંપૂર્ણ સમજૂતી થઈ હતી, પરંતુ સત્તા પરિવર્તનને કારણે તેનો અમલ થઈ શક્યો નહોતો.
મૂળ ભારતીયોએ કમલા કરતાં વધુ મત ટ્રમ્પ્ને આપ્યા
કમલા હેરિસના મૂળ ભારતમાં છે પરંતુ અમેરિકામાં રહેતા મૂળ ભારતીયોએ કમલા કરતાંવધુ મત ડોનાલ્ડ ટ્રમ્પ્ને આપ્યા હોવાનું બહાર આવ્યું છે. કમલા હેરિસને ભારતીયોનું સમર્થન ઓછું મળ્યું છે. વ્હાઈટ હાઉસ પાસે ટ્રમ્પ્ની જીતને વધાવવા માટે એકઠા થયેલા ભારતીયોએ જણાવ્યું હતું કે અહીં વસતા ભારતીયો માટે ડેમોક્રેટિક પક્ષ અને કમલા હેરિસ કરતાં રિપબ્લિકન પક્ષ અને ટ્રમ્પ વધુ સારા છે એટલે અમે ટ્રમ્પ્ને મત આપ્યા છે.
ભારત અમેરિકન બજારમાં સૌથી વધુ નિકાસ કરે છે
ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી પર સમગ્ર વેપાર જગતની નજર છે. ભારત અમેરિકન બજારમાં સૌથી વધુ નિકાસ કરે છે અને આ નિકાસ સતત વધી રહી છે. અમેરિકા સ્માર્ટફોનથી લઈને ફામર્િ સુધીની દરેક વસ્તુનું સૌથી મોટું ખરીદનાર છે. આવી સ્થિતિમાં અમેરિકન નીતિમાં કોઈપણ ફેરફાર ભારતના માલસામાનની નિકાસ તેમજ સેવાની નિકાસને અસર કરી શકે છે.
ઈલોન મસ્કને નાણામંત્રી બનાવવામાં આવે એવી વકી
હાલમાં જ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે ચૂંટણીમાં ખુલીને ટ્રમ્પ્ની તરફેણ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં હારશે તો આ અમેરિકાની છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી હશે. તેમણે કહ્યું કે ડેમોક્રેટિક પાર્ટીના શાસનમાં દેશમાં લોકતાંત્રિક સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે. ટ્રમ્પ્ની સરકારમાં ઈલોન મસ્કને નાણામંત્રી બનાવવામાં આવે એવી વકી છે.
ચૂંટણી દરમિયાન બોમ્બની ધમકી, એકની ધરપકડ
અમેરિકામાં ચૂંટણી માટે મતદાન ચાલુ છે. ઘણી જગ્યાએ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે હજુ પણ જોરદાર ટક્કર છે. આ દરમિયાન અમેરિકામાં એક મોટી દુર્ઘટના ટળી છે. ગઈકાલે, કેપિટોલ પોલીસે અમેરિકાના સંસદ ગૃહના મુલાકાતી કેન્દ્રમાંથી એક વ્યકિતની ધરપકડ કરી, જેની પાસેથી એક લેર ગન અને ટોર્ચ મળી આવી હતી. એબીઆઈએ કહ્યું છે કે તેને ઘણા રાયોમાં મતદાન સ્થળો પર બોમ્બની નકલી ધમકીઓ મળી હતી. એફબીઆઈએ કહ્યું કે આ ધમકી રશિયન ડોમેનના ઈમેલ દ્રારા આપવામાં આવી હતી. યોર્જિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં મતદાન મથકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. તમામ ધમકીઓ ખોટી નીકળી હતી
ડોનાલ્ડ ટ્રમ્પની જીત પાછળના ચાર કારણ
સ્થાનિક ગોરાઓને રીજવવા વસાહતીઓ વિરુધ્ધ વલણ
યુએસ પ્રમુખ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળથી ડોનાલ્ડ ટ્રમ્પ 'અમેરિકા ફસ્ર્ટ' નીતિના મજબૂત સમર્થક છે, ત્યારે તેમણે એવું નેરેટીવ ઉભું કયુ હતું કે ભારતીય સહિતના વસાહતીઓ મૂળ અમેરિકનોની નોકરીઓ છીનવી લે છે. આ વખતે તેમણે એવું વલણ રાખ્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રેશન અમેરિકાને ભારે નુકસાન કરે છે. નોંધનીય છે કે ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘુસતા લોકોમાં સામેલ છે. તેમના પ્રમુખપદ દરમિયાન ટ્રમ્પે મેકિસકન સરહદની દિવાલનું બાંધકામ શ કયુ, બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટસને ઝડપી દેશનિકાલ કર્યેા અને કાનૂની ઇમિગ્રેશન માટે કડક નિયમો લાધા, જેથી બહારના લોકો માટે દેશમાં પ્રવેશવું વધુ મુશ્કેલ બન્યું. ટ્રમ્પે વર્તમાન ચૂંટણીમાં પણ આ બાબતે કડક વલણ અપનાવ્યું છે જેમાં તેમણે દક્ષિણ સરહદ સંકટને સંભાળવામાં બાઈડન વહીવટીતંત્રની નિષ્ફળતાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સત્તા વિરોધી લહેર, યુક્રેન તથા ઇઝરાયેલના યુધ્ધ
એક રીતે રાષ્ટ્ર્રપતિ જો બાઈડેનનો કાર્યકાળ તદ્દન વિવાદાસ્પદ ગણી શકાય. તેમના કાર્યકાળના એક વર્ષ બાદ જ રશિયાએ યુક્રેન પર હત્પમલો કર્યેા હતો યારે ગયા વર્ષે ઓકટોબરમાં હમાસે ઈઝરાયેલ પર હત્પમલો કર્યેા હતો, વિશ્વના બે અલગ–અલગ મોરચે ચાલી રહેલા આ યુદ્ધોને રોકવા માટે બિડેન પ્રશાસને કોઈ નક્કર પગલાં લીધા નથી . આ દર્શાવે છે કે તે કોઈપણ સંઘર્ષને સમા કરવામાં અસમર્થ છે. ગાઝા, ઈઝરાયેલમાં તબાહી અને વધતી મોંઘવારી વચ્ચે યુક્રેનને છેલ્લા અઢી વર્ષથી મળી રહેલી આર્થિક અને સૈન્ય સહાય પર પણ અમેરિકનો સવાલો ઉભા કરી રહ્યા હતા. આરબ અને મુસ્લિમ અમેરિકનો તેમજ અમેરિકાનો એક મોટો વર્ગ બાઈડેન વહીવટીતંત્રની આ નિષ્ફળતાથી ખૂબ નારાજ છે.
એકસ અને ઈલોન મસ્કનો ટેકો
છેલ્લા ૬ મહિનામાં ઈલોન મસ્ક અને તેમની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ ડોનાલ્ડ ટ્રમ્પની જીત માટે ખુબ મહેનત કરી રહ્યા હતા. વિશ્વના સૌથી ધનાઢ વ્યકિતએ ટ્રમ્પના ઝુંબેશ જૂથ, અમેરિકા પીએસીને ૧૧૯ મિલિયન ડોલરથી વધુ સહાય અપ અને તેમણે પેન્સિલવેનિયામાં પણ ઘણો સમય અને શકિત પ્રચાર માટે ખર્ચી છે. એલન મસ્ક ટ્રમ્પને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાછા લાવ્યા એટલું જ નહીં પરંતુ તેમને રિપબ્લિકન ઉમેદવાર માટે પ્રચાર મશીન પણ બનાવી દીધું. તે ટ્રમ્પના સમર્થનમાં કદાચ ટ્રમ્પ કરતાં પણ વધુ દરરોજ ઘણી પોસ્ટ અને રી–પોસ્ટ કરી રહ્યા હતા.
ટ્રમ્પની મજબૂત ઝુંબેશ ટીમ
ટ્રમ્પ સમર્થકોને 'એમએજીએ સમર્થકો' કહેવામાં આવે છે, એટલે કે મેક અમેરિકા ગ્રેટ અગેઇન. આ સમર્થકોએ સોશિયલ મીડિયા પર કમલા હેરિસ પર સતત સવાલો ઉઠાવ્યા અને તેમને નબળા દાવેદાર ગણાવી. મીડિયા પર એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે તે ડેમોક્રેટિક પાર્ટીની તરફેણ કરે છે અને હેરિસની નબળાઈઓને છુપાવે છે. કમલા હેરિસની પ્રશ્નો અને ઇન્ટરવ્યુના સચોટ જવાબો આપવામાં અસમર્થતા માટે ઘણી ટીકા કરવામાં આવી હતી. યારે ટ્રમ્પને શકિતશાળી વ્યકિત તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech