અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એક પછી એક કાર્યકારી આદેશો જારી કરી રહ્યા છે. શપથ લીધા પછી પહેલા જ દિવસે, તેમણે દક્ષિણ અમેરિકન સરહદ પર કટોકટી લાદવા સહિત અનેક આદેશો જારી કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. હવે ફરી એકવાર તેમણે કેટલાક નવા આદેશો જારી કર્યા છે, જેમાં ઇઝરાયલની જેમ અમેરિકામાં આયર્ન ડોમ સિસ્ટમનું નિર્માણ પણ સામેલ છે.ટ્રમ્પે યુએસ સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથને દેશમાં શકય તેટલી વહેલી તકે આયર્ન ડોમ સિસ્ટમ બનાવવાનું શ કરવા માટે સીધા આદેશો આપ્યા છે. આયર્ન ડોમ સિસ્ટમનું નિર્માણ ટ્રમ્પના ચૂંટણી વચનોમાંનું એક હતું. તેમણે ગયા વર્ષે મિલવૌકીમાં રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં કહ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતશે, તો તેઓ દેશની સુરક્ષા માટે ઇઝરાયલની જેમ આયર્ન ડોમ બનાવશે.
મિલવૌકીમાં રિપબ્લિકન રાષ્ટ્ર્રીય સંમેલનને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ઇઝરાયલ પાસે આયર્ન ડોમ છે. તેમની પાસે મજબૂત મિસાઇલ સીસ્ટમ છે. ઇઝરાયલ પર ૩૪૨ મિસાઇલો છોડવામાં આવી હતી, પરંતુ આમાંથી માત્ર એક જ મિસાઇલ લય પર સહેજ અથડાઈ હતી. બીજા દેશોમાં આવી વ્યવસ્થા કેમ ન હોવી જોઈએ અને આપણી પાસે કેમ નહીં? આપણે આપણા દેશ માટે પણ એવો જ આયર્ન ડોમ બનાવીશું. કોઈ આપણા દેશ તરફ આખં ઉંચી કરીને ન જોવા જોઈએ. આપણા લોકોને નુકસાન ન પહોંચાડવા જોઈએ.
તેમણે કહ્યું કે અમે એક એવો આયર્ન ડોમ બનાવી રહ્યા છીએ જે પહેલાં કોઈએ જોયો નથી. આ અત્યાધુનિક મિસાઇલ ડીફેન્સ સીસ્ટમ સંપૂર્ણપણે દેશમાં જ બનાવવામાં આવશે.હાલમાં દુનિયામાં ઘણા મોરચે યુદ્ધો ચાલી રહ્યા છે. દરમિયાન, ટ્રમ્પે સ્પષ્ટ્રપણે કહ્યું છે કે અમેરિકાની રાષ્ટ્ર્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં. ટ્રમ્પ જાણે છે કે અમેરિકાને ચીન, રશિયા અને ઈરાન જેવા ઘણા દેશો તરફથી ખતરો છે. આવી સ્થિતિમાં, તે શકય તેટલી વહેલી તકે ઇઝરાયલની જેમ આયર્ન ડોમ બનાવીને સુરક્ષા કડક કરવા માંગે છે
આયર્ન ડોમ શું છે?
ઇઝરાયલે 2011માં પોતાના દેશમાં આયર્ન ડોમ તૈનાત કર્યો હતો. આ ઇઝરાયલની સૌથી શક્તિશાળી વેપ્ન સીસ્ટમ છે. આ એર ડીફેન્સ સીસ્ટમ ઈઝરાયલના લોકોને હવાઈ હુમલાઓથી બચાવે છે. જો આયર્ન ડોમ 100 રોકેટને પોતાની તરફ આવતા જુએ છે, તો તે તેમાંથી 90 રોકેટને હવામાં જ નષ્ટ કરી દે છે.દુશ્મન રોકેટ છોડતાની સાથે જ. આયર્ન ડોમમાં સ્થાપિત રડાર સિસ્ટમ તેને ઓળખે છે. તે મિસાઈલને ટ્રેક કરે છે પછી તેનો નાશ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાક યુદ્ધ : રાજકોટમાં જૈન અને રાજપૂત સમાજે ભેગા મળી દેશના સૈનિકો માટે પ્રાર્થના કરી
May 09, 2025 12:30 PMબોલિવૂડમાં 'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મ બનાવવાની હોડ
May 09, 2025 12:28 PMહાઉસફુલ 5ને કોઈ પણ સંજોગોમાં સફળ બનાંવવા અક્ષય પર દબાણ
May 09, 2025 12:26 PMકેમેરાથી બીક લાગે: બોલીવુડમાં તો નહી જ આવું: સારા તેંડુલકર
May 09, 2025 12:25 PMમોટા પડદા પર 'શ્રી કૃષ્ણ' ની ભૂમિકા ભજવવાની આમિરની ઈચ્છા
May 09, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech