નવેમ્બરમાં યોજાનારી અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી અંગે અત્યારથી જ ઓપિનિયન પોલ્સ શ થઇ ગયા છે. જેમાં દુનિયાનું એક ટોચનું વર્તમાન પત્ર વોલ સ્ટ્રીટ જર્નલ પણ સામેલ છે. આ અર્લી ઓપિનિયન પોલ્સ પરથી સ્પષ્ટ્રત: જાણવા મળે છે કે દેશનાં ૭ મહત્વનાં રાયો પૈકી ૬ રાયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ બાયડેન કરતાં આગળ છે, તેનું મહત્ત્વનુંં કારણ બાયડેન વહીવટી તત્રં હાથ ધરેલી દેશની આર્થિક વ્યવસ્થા હોવાનું જાણવા મળ્યું છે.
આ સાત રાયો પૈકી છ રાયોમાં તો ટ્રમ્પ, આગળ છે જ, એક માત્ર વિસ્કોન્ઝીનમાં તેઓ પાછળ છે. યારે એરિઝોનામાં માત્ર ૧ પોઇન્ટ પાછળ રહ્યા છે. રીયલ કલીયર પોલિટિકસ જણાવે છે કે ટ્રમ્પ બાયડેન કરતાં સરેરાશ ૦.૮ પર્સેન્ટેજ પોઇન્ટથી આગળ છે. બીજી તરફ બાયડેન પ્રમુખ તરીકેની તેમની કાર્યવાહીમાં ૧૬ ટકાથી વધુ ઊભા રહ્યા છે, ચાર રાયોમાં તો આ તફાવત ૨૦ ટકા જેટલો રહ્યો છે. પેન્સીલવેનિયા, મીશીગન, એરિઝોના, યોજીર્યા, નેવાડા, નોર્થકેરોલિનામાં ટ્રમ્પ ૨થી ૮ પોઇન્ટ આગળ છે. એકમાત્ર વિસ્કોન્ઝીનમાં બાયડેન ટ્રમ્પ કરતાં ૩ પોઇન્ટ આગળ છે. ગયા મહિને પોતપોતાના પક્ષોની ઉમેદવારોની પસંદગીમાં જો બાયડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ સરળતાથી પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ૨૦૨૦માં બંને વચ્ચે સ્પર્ધા તો હતી જ જેમાં બાયડેન વિજયી પણ થયા હતા. પરંતુ આ વખતની ૨૦૨૪ની ચૂંટણી ખરેખરી સ્પર્ધાત્મક બની રહેવાની છે. તેમાં સમગ્ર ચિત્ર માત્ર થોડાં એક રાયો પલ્લું ફેરવી શકે તેમ છે. આઈટીબી વર્તમાન પત્રે બુધવારે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech