ઘરેલુ ગેસ સિલિન્ડર 100 રૂપિયા સસ્તું થશે

  • November 08, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી લોકસભાની ચૂંટણી પહેલા ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં સરકાર દ્વારા વધુ એક વખત ઘટાડો કરવામાં આવશે એવી સંભાવના સુત્રોએ દશર્વિી છે. આ ઘટાડો સબસીડી વધારીને કરવામાં આવશે જે 100 રૂપિયા સુધીનો હોઈ શકે છે તેમ સુત્રોએ ઉમેર્યું હતું. અત્યારે ઘરવપરાશના ગેસ સિલિન્ડર પર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 300 રૂપિયાની સબસીડી આપે છે. ગયા ઓગસ્ટ મહિનાના અંતમાં સરકારે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગેસ સીલીન્ડર પર 200 રૂપિયા સબસીડી આપતા બાટલો 200 રૂપિયા સસ્તો થયો હતો. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આ સબસીડીથી 400 રૂપિયાનો ફાયદો થયો હતો. સરકારના આ નિર્ણયના કારણે 33 કરોડ પરિવારોને ફાયદો થયો હતો.
ઓગસ્ટ મહિનામાં જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારે 100 રૂપિયાનો કાપ મૂક્યો હતો. તે પછી સપ્ટેમ્બર મહિનામાં પણ કોમર્શીયલ ગેસ સીલીન્દરના ભાવમાં ફરીથી ઘટાડો કરાયો હતો.આ વર્ષના અંત સુધીમાં ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ગેસનો બાટલો સસ્તો આપી જ રહી છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશમાં પણ સિલિન્ડરને લઈને જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે સત્તામાં આવતાં તે 500 રૂપિયામાં ઘરેલુ એલપીજી સિલિન્ડર આપશે. તો રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે શ્રાવણ મહિનામાં દરેકને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં આ સિસ્ટમને કાયમી બનાવવાનો પ્રયાસ કરશે.લોકસભાની ચૂંટણીમાં પણ એક વર્ષથી ઓછો સમય બાકી છે અને વિપક્ષ મોંઘવારીને મોટો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણી પહેલા ગેસનો સિલિન્ડર સસ્તો આપવાનું મોદી સરકારનું આ પગલું સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application