ગુન્હાખોરી માટે ગોંડલ પહેલાથી બદનામ છે.હવે શેરી ગલી કે રાજમાર્ગેાપર રખડતા કુતરાઓ આતકં મચાવી રહ્યા હોય ગોંડલ ચર્ચા માં છે.છેલ્લ ા બે દિવસ માં ૫૭ લોકોને કુતરાઓ કરડી ગયાની ઘટનાઓ બની છે.બાજી બાજુ સરકારી હોસ્પિટલ માં હડકવાની રસી નો સ્ટોક ખલાસ હોય ભોગ બનનાર ને રાજકોટ રીફર કરાઇ રહ્યા છે. નગરપાલિકા તત્રં આતંકી બનેલા કુતરાઓને જબ્બે કરી લોકોને સલામત બનાવે તેવી માંગ ઉઠવા પામીછે.
પ્રા વિગત મુજબ છેલ્લ ા બે દિવસથી શહેરમાં રસ્તે જતા રાહદારીઓ કે શેરી ગલીઓમાં રમતા બાળકો પર આતંકીઓની માફક કુતરાઓ ત્રાટકી બચકા ભરી લેતા હોય લોકો ભયભીત બન્યાં છે.
છેલ્લ ા બે દિવસ માં ૫૭ લોકો ભોગ બન્યા છે. કાલે બેથી અઢી વર્ષ નાં બાળક ને કુતરાઓ શરીર પર બચકા ભરી લોહીલુહાણ કરી મુકતા તાકીદે હોસ્પિટલ ખસેડાયા હતા. શહેરનાં આશાપુરા સોસાયટી,અક્ષરધામ સોસાયટી, જીનપ્લોટ વિસ્તાર સહિત કુતરાઓ એ રીતસરનો આતકં મચાવ્યો હોય અનેક લોકો ભોગ બન્યા હતા. રાજમાર્ગેાપર કે શેરીગલીઓ પર પસાર થતા રાહદારીઓ તથા બાઇક ચાલકો પાછળ કુતરાઓ દોડી બચકા ભરી લેતા હોય તેવી ઘટનાઓ બની રહીછે. સરકારી હોસ્પિટલમાં એન્ટી રેબીસ ઇન્જેકશનનો ચાર માસ થી ખલાસ હોય હડકાયા કુતરાનો ભોગ બનેલા દર્દીને હોસ્પિટલ તત્રં દ્રારા રાજકોટ ધકેલી દેવાય છે. આ અંગે શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં દિનેશભાઈ માધડે આરોગ્યમંત્રી તથા આરડીડી વિભાગને તાકીદે ટેલીફોનિક રજુઆત કરી ઇન્જેકશનનો સ્ટોક મોકલવા જણાવ્યું હતુ.
લોકો ગુનાખોરીનો ભોગ બનેતો પોલીસને જાણ કરતાં હોય છે.પણ બેફામ બનેલા કુતરાઓનાં ત્રાસ અંગે કોને કહેવું? તેવા સવાલ સાથે નગરપાલિકા તત્રં બેફામ બનેલા કુતરાઓને પકડવા પગલા ભરે તેવી લોકમાંગ પ્રબળ બની છે. વર્ષેા પહેલા નગરપાલિકા પાસે પાંજરા સહિત ની સુવિધા હતી. પણ હાલ કુતરાઓને નાથવાનો કોઇ ઉકેલ નથી. માત્ર બે દિવસનો આંકડો સતાવને પહોંચ્યો છે. અને રોજબરોજ કુતરા કરડવાના કેસ બની રહ્યા હોય આંકડો કયાં પંહોચશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. આંકડો કયાં પહોંચશે તેવા સવાલો ઉઠી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech