ગોંડલમાં ફરી કૂતરાઓનો આતંક: જંગલી બનેલા કૂતરાઓએ યુવતીને કરી લોહીલુહાણ

  • January 30, 2025 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલમાં છેલ્લ ા ત્રણ મહીનાથી બેફામ બનેલા કુતરાઓ એ આતકં મચાવી અલગ અલગ વિસ્તારમાં ૧૫૦૦થી વધુ બાળકો વૃધ્ધો સહિત લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા હોય શહેરભરમાં કુતરાઓનો ખૌફ છવાયો છે.
ગોકુળીપરા નજીક એક યુવતીને કુતરાઓનાં ટોળાએ ઘેરી લઇ પગ અને કમરના ભાગે બચકા ભરી લેતા યુવતી લોહીલુહાણ બની હતી.અને તુરતં સારવારમાં ખસેડાઇ હતી. જો કુતરાઓ વચ્ચે ઘેરાયેલી યુવતીને લોકોએ છોડાવી ના હોત તો યુવતીની હાલત કલ્પીનાં શકાય તેવી બનવા પામી હોત.
પ્રા વિગત મુજબ રેલ્વેસ્ટેશન પાછળ આવેલા રામનાથપરામાં રહેતા દેવેન્દ્રભાઇ અર્જુનભાઇ જોગેલની ૧૮ વર્ષની દિકરી ઇશાને ગોકુળીયારાનાં નાકે કુતરાઓની ગેંગે ઘેરી લઇ હત્પમલો  કર્યેા હતો. કુતરાઓ એ ઇશાનાં પગ અને કમરનાં ભાગે બચકાભરી ભરી કરડી ખાતા ઇશા લોહીલુહાણ થઇ હતી.કુતરાઓથી ઘેરાયેલી ઇશાએ ચીસાચીસ કરતા આસપાસનાં લોકો દોડી આવી કુતરાઓનાં ટોળામાંથી તેનો બચાવ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
ગોંડલમાં દિવસેને દિવસે કુતરાઓ બેફામ બની રહ્યાછે.તો બીજી બાજુ તત્રં તાબોટા પાડી રહ્યુછે.કુતરાઓ હવે જંગલી બની ટોળા સાથે હત્પમલો કરતા હોય લોકો ભયભીત બન્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application