છત્તીસગઢના વૈજ્ઞાનિકોએ મેડિકલ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડો. ભીમરાવ આંબેડકર હોસ્પિટલ, રાયપુરના મલ્ટી–ડિસિપ્લિનરી રિસર્ચ યુનિટ (એમઆરયુ) ના વૈજ્ઞાનિકોએ દેશની પ્રથમ બાયોમાર્કર કીટ વિકસાવી છે, જે પ્રારંભિક તબક્કામાં કોવિડ–૧૯ સંક્રમણની ગંભીરતાની ચોક્કસ આગાહી કરવામાં સક્ષમ છે. આ કીટની મદદથી ડોકટર નક્કી કરી શકશે કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો જરી છે કે પછી તે માત્ર દવાઓ દ્રારા ઘરે જ સાજો થઈ શકે છે. તેમજ આ કીટ પણ જણાવી શકે છે કે, દર્દીને કયા પ્રકારની દવાઓની જર પડશે, જે સારવારને વધુ અસરકારક અને સુરક્ષિત બનાવે છે.
આ સંશોધન કોવિડ–૧૯ની પ્રથમ તરગં દરમિયાન શ કરવામાં આવ્યું હતું અને તેના પરિણામો તાજેતરમાં જર્નલ સાયન્ટિફિક રિપોટર્સમાં પ્રકાશિત થયા હતા. આ કિટને ભારતીય અને આંતરરાષ્ટ્ર્રીય પેટન્ટ માટે પણ અરજી કરવામાં આવી છે. મુખ્ય વૈજ્ઞાનિક ડો.જગન્નાથ પાલ અને તેમની ટીમે આ કીટ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ડો. પાલે કહ્યું કે કોવિડ રોગચાળા દરમિયાન, તે સમજવું ખૂબ જ મુશ્કેલ હતું કે, કયા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જર છે અને જેની સારવાર ઘરે થઈ શકે છે. આ પડકારને ધ્યાનમાં રાખીને, આ બાયોમાર્કર કિટ વિકસાવવામાં આવી હતી, જે કયૂ પીસીઆર (કવોન્ટિટેટિવ પીસીઆર) આધારિત પરીક્ષણ પર આધારિત છે અને ૯૧% સંવેદનશીલતા અને ૯૪% વિશિષ્ટ્રતા સાથે સચોટ પરિણામો પ્રદાન કરે છે. એમઆરયુના વૈજ્ઞાનિક ડો. યોગિતા રાજપૂતે પણ આ સંશોધનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech