ગરમી વધવાની સાથે મચ્છરોનો આતંક પણ વધતો જાય છે. લોકો મચ્છરોથી પોતાને બચાવવા માટે દરેક ઘરમાં વિવિધ રસાયણોનો ઉપયોગ કરે છે. પરંતુ શું જાણો છો કે એક એવો દેશ છે જ્યાં મચ્છર જોવા મળતા નથી? હા, આ દેશમાં મચ્છર જોવા મળતા નથી અને વૈજ્ઞાનિકો પણ આ વાતથી આશ્ચર્યચકિત છે.
સમગ્ર વિશ્વમાં લોકો મચ્છરોથી પરેશાન છે. કારણ કે મચ્છર કરડવાથી મેલેરિયા સહિત અનેક ગંભીર બીમારીઓ થાય છે. એટલું જ નહીં, દર વર્ષે લગભગ 10 લાખ લોકો મચ્છર કરડવાથી ફેલાતી બીમારીઓને કારણે જીવ ગુમાવે છે.
વિશ્વના મોટાભાગના દેશોમાં મચ્છર જોવા મળે છે. ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, આયર્લેન્ડ અને અમેરિકામાં દરેક જગ્યાએ મોસમના આધારે મચ્છરોનું પ્રજનન થાય છે. પરંતુ દુનિયામાં એક જ દેશ એવો છે જ્યાં મચ્છર નથી. આ દેશનું નામ આઇસલેન્ડ છે. આઇસલેન્ડ વિશ્વનો એકમાત્ર એવો દેશ માનવામાં આવે છે જ્યાં મચ્છર નથી. નિષ્ણાતો પણ જાણતા નથી કે આઇસલેન્ડમાં મચ્છર કેમ નથી. કારણ કે તે એન્ટાર્કટિકા જેટલી ઠંડી પણ નથી. આઇસલેન્ડમાં તળાવો પણ છે, પરંતુ તેમ છતાં અહીં મચ્છર નથી. આઇસલેન્ડના પડોશી નોર્વે, ડેનમાર્ક, સ્કોટલેન્ડ અને ગ્રીનલેન્ડમાં પણ મચ્છરોનું પ્રજનન થાય છે.
મચ્છરની પ્રજાતિઓ
વિશ્વમાં મચ્છર 30 મિલિયન વર્ષથી વધુ જૂના છે. વિશ્વભરમાં તેમની 3,500 થી વધુ પ્રજાતિઓ છે. આજે પણ વૈજ્ઞાનિકો મચ્છરો પર સંશોધન કરતા રહે છે. દરરોજ પુખ્ત મચ્છરની વસ્તીના 30 ટકા મૃત્યુ પામે છે. નર મચ્છર સામાન્ય રીતે માત્ર 6-7 દિવસ જીવે છે. મચ્છરની 3,500 થી વધુ પ્રજાતિઓમાંથી માત્ર 6 ટકા માદા મચ્છર માણસોને કરડે છે. જ્યારે નર મચ્છર ફૂલોના રસમાંથી ખોરાક મેળવે છે. જો કે નર મચ્છર પણ માણસોની નજીક આવે છે, તેઓ માદા મચ્છરોથી પ્રભાવિત થઈને તેમનું અનુસરણ કરે છે.
મચ્છરોથી થતા રોગ
દર વર્ષે વિશ્વભરમાં લગભગ 1 મિલિયન લોકો મચ્છરના કરડવાથી થતા રોગોને કારણે મૃત્યુ પામે છે. મચ્છરો દ્વારા ફેલાતા રોગોને રોકવા માટે વૈજ્ઞાનિકો સતત કામ કરી રહ્યા છે. મચ્છર કરડવાથી મેલેરિયા, લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ, ઝીકા, વેસ્ટ નાઇલ વાયરસ, ચિકનગુનિયા, પીળો તાવ અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગો થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : નવા રીંગ રોડ પર પેટ્રોલથી 21 લખી આગ લગાવી, જન્મદિવસની ઉજવણી કરી, જુઓ Video....
December 25, 2024 12:22 PMઅમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમા તોડનાર 2 આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું, 3 હજુ ફરાર
December 25, 2024 12:20 PMજામનગરીઓ આનંદો, જોગર્સ પાર્ક આજથી ફરી ખુલ્લુ મુકાયું
December 25, 2024 12:04 PMજામજોધપુરના સીદસર ખાતે આજથી શતાબ્દી મહોત્સવની શરૂઆત
December 25, 2024 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech